પેટ્રોલ-ડીઝલની સ્થિતિ થાળે, જેતપુર હાઇવેનું કામ ફરી શરૂ

ક્ધઝયુમર ડીઝલના ભાવમાં તોતિંગ વધારાના કારણે કામ અટક્યુ હતું રાજકોટથી જેતપુર સુધી ચાલી રહેલા કરોડો રૂૂપિયાના મહત્વાકાંક્ષી સિક્સ-લેન (6-કફક્ષય) હાઈવે પ્રોજેક્ટની કામગીરીમાં છેલ્લા થોડા દિવસોથી…

ક્ધઝયુમર ડીઝલના ભાવમાં તોતિંગ વધારાના કારણે કામ અટક્યુ હતું

રાજકોટથી જેતપુર સુધી ચાલી રહેલા કરોડો રૂૂપિયાના મહત્વાકાંક્ષી સિક્સ-લેન (6-કફક્ષય) હાઈવે પ્રોજેક્ટની કામગીરીમાં છેલ્લા થોડા દિવસોથી ઇંધણની તંગીના કારણે બ્રેક લાગી હતી, જે પ્રશ્ન હવે વહીવટી તંત્રની મધ્યસ્થતા બાદ ઉકેલાઈ ગયો છે. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટરે વિગતો આપતા જણાવ્યું છે કે, હાઈવે પ્રોજેક્ટ માટે જરૂૂરી પેટ્રોલ-ડીઝલનો જથ્થો હવે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવી દેવાયો છે અને ખોરવાયેલી તમામ કામગીરી ફરી એકવાર રાબેતા મુજબ શરૂૂ થઈ ગઈ છે.

રાજકોટ-જેતપુર હાઈવેના નિર્માણ કાર્યમાં રોજના હજારો લીટર પેટ્રોલ અને ડીઝલની જરૂૂરિયાત રહે છે. સામાન્ય રીતે, કામ રાખનાર મોટા કોન્ટ્રાક્ટરો ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પાસેથી સીધું જ ઇંધણ ખરીદતા હોય છે, જેને ’ક્ધઝ્યુમર પમ્પ્સ’ કહેવામાં આવે છે.

પરંતુ તાજેતરમાં ક્ધઝ્યુમર પમ્પ પર પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને પહોંચી ગયા હતા. આ જથ્થાબંધ ભાવો અને સામાન્ય જાહેર જનતા માટેના રિટેલ પમ્પના ભાવો વચ્ચે મોટો તફાવત સર્જાયો હતો. આથી, બચવા માટે હાઈવેના કોન્ટ્રાક્ટરો પોતાના ક્ધઝ્યુમર પમ્પ છોડીને સ્થાનિક રિટેલ પેટ્રોલ પમ્પ્સ પરથી હજારો લીટર ઇંધણ ખરીદવા લાગ્યા હતા. આ અણધારી ખરીદીના કારણે સામાન્ય પમ્પ્સ પર ક્ષણિક લોડ વધી ગયો હતો અને ડિઝલ ખૂટી પડતાં હાઈવેની કામગીરીમાં થોડા સમય માટે વિલંબ થયો હતો.

પીએમ સૂર્ય ઘર વીજળી યોજનામાં રાજકોટ દેશના ‘ટોપ પર્ફોર્મિંગ’ જિલ્લાઓમાં સામેલ
કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રકલ્પ ’પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ અંતર્ગત રાજકોટ જિલ્લાએ રાષ્ટ્રીય સ્તરે દેશભરમાં ડંકો વગાડ્યો છે. ભારત સરકાર દ્વારા મે મહિનાને ‘મન્થ ઓફ સોલાર’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત દેશના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા જિલ્લાઓમાં રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગૌરવશાળી સિદ્ધિ બદલ રાજકોટ જિલ્લાને રાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કાર એનાયત કરવામાં આવશે, જે રાજકોટ વતી PGVCL ના એમડી સ્વીકારશે.

આ યોજનામાં સરકારે પ્રતિ કિલોવોટ 30,000 સુધીની સબસિડીની જોગવાઈ કરી છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 95,600 અરજીઓનો લક્ષ્યાંક હતો, જેની સામે 92,203 અરજીઓ મેળવી લેવાઈ છે. જિલ્લામાં 72,309 મીટર કનેક્શન સૂર્ય ઘર યોજના હેઠળ સફળતાપૂર્વક ઇન્સ્ટોલ કરી દેવાયા છે. આ ઇન્સ્ટોલેશન દ્વારા કુલ 264 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ઊભી થઈ છે. માત્ર મે મહિના દરમિયાન જ 14,971 નવી અરજીઓ આવી છે અને 3,089 કનેક્શન ઇન્સ્ટોલ કરાયા છે. રાજકોટ જિલ્લાના ઉપભોક્તાઓને અત્યાર સુધીમાં કુલ 641 કરોડ રૂૂપિયાની સબસિડી સીધી ચૂકવી દેવામાં આવી છે.