45 મિનિટમાં 5 પ્લેટ મટન બિરયાની ઝાપટી જીત્યો ખિતાબ

આમ તો બિરયાની હૈદરાબાદની વખણાય છે, પણ કલકત્તામાં બિરયાની માટે ફેમસ એક રેસ્ટોરાંએ લોકોનું ધ્યાન આકર્ષવા માટે રેસ્ટોરાંની 85મી ઍનિવર્સરી પર એક મજાની કોન્ટેસ્ટ યોજી…

આમ તો બિરયાની હૈદરાબાદની વખણાય છે, પણ કલકત્તામાં બિરયાની માટે ફેમસ એક રેસ્ટોરાંએ લોકોનું ધ્યાન આકર્ષવા માટે રેસ્ટોરાંની 85મી ઍનિવર્સરી પર એક મજાની કોન્ટેસ્ટ યોજી હતી. શિરાજ ગોલ્ડન નામની રેસ્ટોરાંએ ’બિરયાની મેન-2026’ શોધવા માટે જાહેર આહ્વાન આપ્યું હતું. આ માટે બેથી ત્રણ સ્ટેજમાં સ્પર્ધા હતી. આ તબક્કા પાર કરીને કુલ પચીસ બિરયાની-લવર્સ ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યા હતા.

આ રાઉન્ડમાં તેમણે પોતાનો બિરયાનીપ્રેમ માત્ર શબ્દોમાં વર્ણવીને નહીં પણ સૌથી વધુ માત્રામાં બિરયાની ખાઈને પુરવાર કરવાનો હતો. આ સ્પર્ધામાં ટાઇમર સાથે બિરયાની ઝાપટવાની હતી. એમાં ઝડપ પણ મહત્ત્વની હતી અને ક્વોન્ટિટી પણ. કલકત્તાના જ પ્રમિત કુમાર દાસ નામના ભાઈ પાંચ પ્લેટ બિરયાની 45 મિનિટમાં ઝાપટી ગયા હતા. પાંચ પ્લેટ એટલે કુલ 3.5 કિલો બિરયાની. પ્રમિત દાસને બિરયાની મેનનો ખિતાબ મળ્યો હતો એટલું જ નહીં, તેમને હવે આ રેસ્ટોરાંમાં લાઇફટાઇમ ફ્રીમાં બિરયાની ખાવા મળશે.