Site icon Gujarat Mirror

ગુજરાત બારની ચૂંટણીમાં મહિલા અનામતથી સિનિયર વકીલોના જીતના દાવ પર પાણી ફર્યુ

ઓછા મત મળવા છતાં મહિલાઓ જીતી ગઈ, ચેરમેન, વાઈસ ચેરમેન, કમિટીઓ માટે કાઉન્ટડાઉન શરૂ

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થયા છે જેમાં અનેક સિનિયર વકીલોના મહિલાના અનામત એ જીતના દાવા પર પાણી ફેરવ્યા છે. જેમાં બાર કાઉન્સિલનું અગાઉ પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલોને આઠમમાં પ્રતિનિધિત્વ તક નહીં મળે તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું ચેરમેન, વાઇસ ચેરમેન સહિતની કમિટીમાં કોનો હાથ ઉપર રહે છે અને કોનો દબદબો જળવાઈ રહે છે તે આવનારો સમય જ કહે છે.ગુજરાત બાર કાઉન્સીલની તા.6ઠ્ઠી માર્ચેના રોજ યોજાયેલી પ્રતિષ્ઠાભરી ચૂંટણીની મત ગણતરી તારીખ 9 માર્ચના રોજ હાથ ધરવામાં આવી હતી 12 દિવસ સુધી ચાલેલી મતગણતરી બાદ પરિણામ જાહેર થયા હતા.

જેમાં રાજકોટના દિલીપભાઈ પટેલ,જામનગર મનોજભાઈ અનડકટ, ભાવનગરના અનિરુદ્ધસિંહ ઝાલા,અમદાવાદના જે જે પટેલ સહિત 12 ઉમેદવારોને વિજેતા જાહેર કરાયા હતા.જ્યારે બાર કાઉન્સીલની ચૂંટણીમાં મહિલા વકીલોના કવોટામાં રાજકોટના અમૃતાબેન ભારદ્વાજ સહિત પાંચ મહિલા વકીલ પ્રથમ વખત બાર કાઉન્સિલમાં એન્ટ્રી થશે બાર કાઉન્સીલની ચૂંટણીની છેલ્લા 12 દિવસથી ચાલી રહેલી મતગણતરીના અંતે ઉમેદવારોના સમર્થકોમાં નિરાશાની લાગણી પ્રસરેલી જોવા મળી હતી.બાર કાઉન્સીલની ચૂંટણીના સત્તાવાર પરિણામો જાહેર થઈ જતાં રાજય ન્યાયતંત્ર અને વકીલ આલમમાં નોંધ લેવાઈ હતી. બીજીબાજુ, કયાંય કહીં ખુશી, કહીં ગમના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.સૌથી પહેલુ ખાતુ વડોદરાની મહિલા વકીલ નિમિષા ધોત્રેએ ખોલાવ્યું હતું.

ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીમાં સત્તાવાર પરિણામો આજે જાહેર થઈ ગયા બાદ હવે વિજેતા ઉમેદવારોના નામોની યાદી સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઈપાવર કમીટીને મોકલાશે. તેની બહાલી બાદ બાર કાઉન્સીલની અસાધારણ સભા બોલાવવામાં આવશે. જેમાં ચૂંટાયેલા 18 વકીલ પુરૂૂષ સભ્યો અને મહિલા અનામત કવોટામાં સભ્યપદ મેળવનારી પાંચ સભ્યો અને બીસીઆઈ મારફતે કો-ઓપ્શનથી સ્થાન મેળવનારી બે મહિલા વકીલ સભ્યો મળી કુલ 25 સભ્યોમાંથી ચેરમેન, વાઈસ ચેરમેન, એકઝીકયુટીવ કમીટી, ફાયનાન્સ કમીટી સહિતની સાત કમીટીઓના ચેરમેન-સભ્યો તેમ જ જુદી જુદી ડિસ્પ્લીનરી કમીટીઓની રચના થશે.

બાર કાઉન્સિલના ચૂંટાયેલા સભ્યો
બાર કાઉન્સીલના હાલના ચેરમેન જે.જે.પટેલ, દિલીપ પટેલ, એ.એ.અન્સારી, અનિલ સી.કેલ્લા, મનોજ અનડકટર, પરેશ વાઘેલા, કરણસિંહ બી.વાઘેલા, ભાવેશ રબારી, હિતેશ પટેલ, પી.ડી.પટેલ, દિપન દવે, કિશોર ત્રિવેદી, જીગ્નેશ પટેલ, ભરત ભગત, શંકરસિંહ ગોહિલ, હરીશ નાકરાણી અને ઝક્કી શેખ અને પાંચ મહિલા ઉમેદવારો નિમિષા ધોત્રે, અમૃતા ભારદ્વાજ, વંદના ભટ્ટ, પ્રીતિ જોશી અને હીરલ પાનવાલાને વિજેતા જાહેર કર્યા છે.આ સિવાય અન્ય બે મહિલા વકીલો બીસીઆઈ કો-ઓપ્શનથી મૂકશે.

Exit mobile version