ગુજરાત
ખંભાળિયા નજીકના કંડોરણા ગામે વાડીના કૂવામાંથી મહિલાની લાશ મળી
ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામે આવેલા એક આસામીની વાડીમાં રહેલા પાણી ભરેલા એક કૂવામાં એક મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિક સરપંચ દ્વારા ખંભાળિયાના ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર સ્ટાફના શિવરાજસિંહ, જયપાલસિંહ અને વિવેક માડમ આ સ્થળે દોડી ગયા હતા અને લાંબી જહેમત બાદ કૂવામાંથી એક મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આશરે 45 વર્ષના મહિલાનું નામ જીવીબેન ભુંડીયા હોવાનું જાહેર થયું છે. જ્યારે મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. આ મામલે હવે મૃતકના પરિવારનું નિવેદન લઈ કારણ જાણવા તજવીજ શરૂ કરી છે.