Site icon Gujarat Mirror

ઈલેક્ટ્રોનિક્સ ક્ધસલ્ટન્સીનું કામ કરતી મહિલા સાથે ફ્લેટ ખરીદીના નામે 24 લાખની ઠગાઈ

શહેરના યુનિવર્સિટી રોડ પર શિલ્પન ઓનેકસ રહેતાં ઈલેક્ટ્રોનિકસ ક્ધસલ્ટન્સીનું કામ કરતા મહિલા સાથે ફલેટ ખરીદીના નામે થયેલી છેતરપીંડી મામલે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગતો મુજબ યુનિવર્સિટી રોડ પર શિલ્પન ઓનેકસ એ/રમાં રહેતાં બબીતા ધરમવીર સિંહ (ઉ.વ.47) કરેલી ફિરયાદમાં તેમની સાથે ફલેટ ખરીદીના નામે આસ્થા એવન્યુ, અયોધ્યા ચોક પાસે રહેતા રીતેશ જીતેન્દ્રભાઈ ત્રિવેદીએ રૂૂા.24 લાખની છેતરપિંડી કર્યાની ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે. બબીતાબેને પોલીસને જણાવ્યું કે તેના પતિ ઈલેક્ટ્રોનિકસ ક્ધસલ્ટન્સીનું કામ કરે છે. જુલાઈ-2025માં તેના પતિ સાથે કામ કરતાં વિજય નાયરે વાત કરી હતી કે તેના ઓળખીતા આરોપી રિતેષની માલિકીનો રિધ્ધીસિધ્ધી-રમાં ફલેટ આવેલ છે. તેને પૈસાની જરૂૂરિયાત છે. તમારે લેવો હોય તો સસ્તામાં મળી જશે તેમ કહ્યું હતું.

તે સ્થળે તેના નણંદનો ફલેટ આવેલ હોવાથી અને પોતાની પાસે રહેલા પૈસાનું રોકાણ કરવું હોવાથી વિજયભાઈને હા પાડી હતી. આથી તે જ દિવસે વિજયભાઈએ આરોપી રિતેશ અને તેના પુત્રને તેના ઘરે મોકલ્યા હતા. આ સમયે આરોપીએ રડતા-રડતાં જણાવ્યું હતું કે તેમની પાસે તેના દિકરાની ફિ ભરવાના પૈસા નથી જેથી ફલેટ વેચી નાખવો છે. બાદમાં બંને વચ્ચે ફલેટની કિંમત રૂૂા. 47 લાખ નક્કી કરી હતી અને તેના અવેજ પેટે આરોપીને તેના પતિએ રૂૂા.4 લાખની રોકડ ટોકન પેટે આપી હતી.

ત્યાર બાદ તેમણે આરોપીને ફોન કરી દસ્તાવેજ કરી આપવાનું કહેતાં આરોપીએ તેના ફલેટ ઉપર હાલ લોન ચાલુ છે, મારા બેન્ક ખાતામાં રૂૂપિયા આપશો કહેતાં ગઈ તા.5-8-25નાં રૂૂા.17.51 લાખ ટ્રાન્સફર કર્યા હતા. તેમજ તા.8-8-2025ના રૂૂા. 3 લાખ જમા કરાવ્યા હતા. આમ કુલ 24.51 લાખ આપ્યા બાદ એકાદ મહિનાની અંદર આરોપીએ નોટરાઈઝડ સાટાખત કરી આપ્યો હતો. જયારે બાકી રહેતા નાણા દસ્તાવેજ બાદ આપવાનું નકકી કરાયું હતું. થોડા સમય બાદ તે આરોપીને અવાર-નવાર ફોન કરતાં તેણે અલગ-અલગ બહાના બતાવી દસ્તાવેજ કરી આપતો ન હતો. આરોપીને કોલ કરતાં તમે મને વધુ ફોન કરશો તો હું આત્મહત્યા કરી તમારું નામ ચિઠ્ઠીમાં લખતો જઈશ તેવી ધમકીઓ આપવાનું શરૂૂ કર્યું હતું. ડિસેમ્બર 2025માં આરોપીએ તેને ફલેટ અન્ય કોઈને વેંચી નાખ્યાનું જાણવા મળતાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે.

Exit mobile version