Site icon Gujarat Mirror

ગુરુજીનગર આવાસમાં ચોરીનું આળ મૂકી મહિલાને પાડોશીના ટાંટિયા ભાંગી નાખવાની ધમકી

એક લાખ આપી દેજો નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી

સાધુ વાસવાની રોડ ગુરુજીનગર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા જયશ્રીબેન વિજયભાઈ વાઘેલા(ઉ.વ.55)ને ચોરીનું આળ મૂકી પાડોશીમાં રહેતા વિમલ પરમાર અને તેમના પત્ની ચાંદનીએ ધમકી આપતા યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

જયશ્રીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમા રહેતા વિમલભાઈ પરમાર તથા તેની પત્ની ચાંદનીબેન વિમલભાઈ પરમાર દેકારો કરતા હોય જેથી સોસાયટીના માણસો ભેગા થઈ ગયેલ અને વિમલ બોલતો હોય કે મારા ઘરના તાડા તોડી અને તોડફોડ કરી ને એક લાખ રૂૂપીયા કોણે ચોર્યા છે તેવો દેકારો કરતો હોય તેમજ પચીસેક દીવસ પહેલા અમારે આ વિમલભાઈ પરમાર અને તેની પત્ની ચાંદનીબેન સાથે પાણી ઢોળવા બાબતે ઝઘડો થયેલ તે બાબત નો ખાર રાખી ને આ વિમલભાઈ પરમાર મારી દિકરી રીધ્ધીબેન જે અમારા ઘરે રીસામણે હોય જેથી તેને પણ ગાળો આપવા લાગેલ હતો તે બાબતે સુધી ખાર રાખીને દારૂૂ પીને ગાળો આપે છે.

બાદમાં તા.29/10ના રોજ ગાળો બોલતો હોય જેથી અમારી સોસાયટીના માણસો ભેગા થઈ ગયા હતા.તે દરમ્યાન સોસાયટીના રીટાબેન એ જણાવેલ કે આ વિમલભાઇ વહેલી સવારે પાંચ વાગ્યા ની આસપાસ રીક્ષા લઈને આવેલ અને તેની સાથે કોઈ બે અજાણ્યા માણસો હતા તેણે તીક્ષ્ણ હથીયાર વડે પોતાના ઘરના તાડા તોડી ને તોડ ફોડ કરતો હતો.જે રીટાબેને નજરે જોયું હતુ તેવી વાત કરતા આ વિમલભાઈ ને અમારી સોસાયટી ના માણસો એ કહેલ કે તમે ખોટુ કેમ બોલો છો ? તેમ કહેતા આ વિમલભાઈ વધુ ઉશ્કેરાઈ જઈ ને આ મારા વિસ્તારમા રહેતા મહિલાઓ અને સ્થાનિકો ત્યાં હાજર હોય ત્યારે આ બધાને ગાળો આપી અને કહેલ કે તમે બધાએ ભેગા થઈને મારા ઘરમા તાડા તોડી અને મારા ઘરમાથી કોઈએ એક લાખ રૂૂપીયા લઈ લીધા છે અને જેણે લીધેલ હોય તે આપી દેજો નહીતો આખી સોસાયટી વાળાના ટાટીયા ભાંગી અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા અંતે ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version