Site icon Gujarat Mirror

ભગવતીપરામાં રહેતી મહિલાને સાસરિયાનો ત્રાસ, દિયર અને સસરાએ છેડતી કર્યાનો આક્ષેપ

ભગવતીપરામાં રહેતી એક મહિલાએ પતિ હુસૈન આફ્રિકાવાલા,સસરા અલી અસગરભાઇ આફ્રિકાવાલા,સાસુ રસીદાબેન આફ્રિકાવાલા,દિયર અલી અકબર આફ્રિકાવાલા(રહે.બધા મોડર્ન સ્કુલની પાછળ માધવ રેસીડેન્સી ભગવતીપરા રાજકોટ) સામે ફરિયાદ નોંધાવી છે અને દિયર અને સસરાએ જાતીય સતામણી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારા લગ્ન હુસેન સાથે અમારા સમાજના રીત રીવાજ મુજબ સને 2022 માં થયેલ, લગ્ન બાદ મારા પતિ આફ્રિકામાં કોંગો ખાતે નોકરી કરતા હોય જેથી મને સાથે લઇને આફ્રિકામાં કોંગો ખાતે ગયેલ હતા અને તા.01/05/2023 ના રોજ પતિ ઉપર ફરીયાદ થયેલ જેમાં મને પણ ત્યાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ અને અમો બંનેને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા અને હું આશરે પોણા બે માસ જેલમાં રહી અને ત્યારબાદ મને જેલમાંથી મુક્ત કરતા હું જુલાઇ-2023 મા અત્રે ભારતમાં આવી ત્યારે મારી તબીયત સારી રહેતી ન હતી જેથી હું મારા મમ્મીના ઘરે રહેવા જતી રહેલ હતી સમાધાન થતા હુ સસરાના ઘરે ગયેલ હતી અને ઝઘડો થતા માતાના ઘરે પરત ચાલી જાતી આવી રીતે હુ છેલ્લા બે વર્ષથી એક ઘરથી બીજા ઘરે જતી હતી.

ત્યારબાદ હું માતાના ઘરે હતી ત્યારે મારા સસ- અલી અ સગરભાઇ આફ્રિકાવાલા અને સાસુ રસીદાબેન, દિયર અલી અકબર નાઓ આવેલ અને તારા કારણે જ અમારા દિકરાને જેલમાં જવું પડેલ તેમ કહીને ઝઘડો કરી મને નાની વાતોમા માનસીક ત્રાસ આપતા સસરાના ઘરે હોય ત્યારે પણ મને શારિરિક અને માનસિક ત્રાસ આપતા હતા તથા મારો દિયર હુ મારા સસરાના ઘરે હતી ત્યારે મને તેની સાથે સુવાનુ કહેતો અને મને જાતીય સતામણી કરતો તથા અમારુ જુનુ ઘર અમરેલી ખાતે હોય અને અમારો ઘરવખરીનો સામાન અમરેલી ખાતે હોય જેથી હું અને મારા સસરા અમરેલી ગયા હતા.

ત્યારે મારા સસરાએ પણ મારી પાસે જાતીય સતામણી કરેલ હતી ત્યારબાદ બાદ મારા પતિ હુસૈન પણ આફ્રિકાની જેલમાંથી છુટીને અત્રે ભારત આવતા તે પણ મારા માતાના ઘરે આવીને મને માનસીક ત્રાસ આપી મને હેરાન પરેશાન કરતા હતા જે બાદ હું મારા ઘરે પરત આવી ગયેલ હતી.આ મામલે સાસરિયાઓને સમાધાન કરવું ન હોય જેથી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version