ગુજરાત
સીટી બસમાંથી ઉતરતી મહિલા બેભાન હાલતમાં ઢળી પડતા મોત
શહેરની વડવાજડી ગામે રહેતી સોનાબેન વછરાજભાઈ પાસરા નામની 40 વર્ષની વૃદ્ધા ગત તા. 22ના રોજ સવારના 11 વાગ્યાના અરસામાં વડવાજડી ગામે આવેલા બજરંગ ચોકમાં સીટીબસમાંથી ઉતરતી હતી. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડી હતી. પરણીતાને બેશુધ્ધ હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. જ્યાં પરિણીતાનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક મહિલાને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. સોનાબેન પાસવાન રાજકોટથી સિસીટબસમાં બેસી વડવાજડી ગામે જઈ રહ્યા હતા અને બસમાંથી ઉતરતાની સાથે જ બેભાન હાલતમાં ઢળી પડતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં કાલાવડ રોડ ઉપર કેવલમમાં આવેલા આરએમસીના ક્વાટરમાં રહેતા પરિવારની ધ્રૃતિ રાજુભાઈ દુલેરા નામની એક મહિનાની બાળકી અને સંતકબીર રોડ ઉપર આંબાવાડીમાં રહેતા મહેશ શામજીભાઈ જાદવ નામના 22 વર્ષના યુવકને બેભાન હાલતમાં મોત નિપજ્યા હતાં. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.