ગુજરાત
‘ચલ ચલ આગળ નીકળ’ કહેતા રિક્ષાચાલકે વૃદ્ધને સીટ ફટકારી
શહેરના ત્રિકોણ બાગ પાસે મુસાફર વૃદ્ધે રિક્ષાચાલકને ‘ચલ ચલ આગળ નીકળ’ તેમ કહેતા રિક્ષાચાલકે ઉશ્કેરાઇ જઇ ઝઘડા કરી વૃદ્ધને રિક્ષાની સીટ ફટકારી દીધી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ મૂળ હરિયાણાના વતની અને હાલ ભગવતીપરામાં રહેતા રાજેન્દ્રભાઇ ભૂપસિંગ નંદા (ઉ.વ.68) નામના વૃદ્ધે એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગતતા.23ના બપોરે તેઓ ઘરે જવા માટે ત્રિકોણ બાગ નજીક એસબીઆઇ બેંક પાસે વાહનની રાહ જોઇ ઉભા હતા ત્યારે એક રિક્ષાવાળો આવતા તેને પારેવેડી ચોક જવાનું પૂછતા તેઓ ભાડુ વધુ કહ્યુ હતુ જેથી વૃદ્ધે રિક્ષામાં બેસવાની ના પાડી ‘ચલ ચલ આગળ નીકળ’ તેમ કહેતા રિક્ષાચાલકે ઉશ્કેરાઇ જઇ ઝઘડો કરી રિક્ષાની સીટ કપાળના ભાગે તથા કમરના ભાગે મારી દેતા તેમને 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા આ અંગે એ ડીવીઝન પોલીસે અજાણ્યા રિક્ષાચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.