Site icon Gujarat Mirror

બેડી હડમતિયા ગામે પાણી ભરતી વેળાએ પગ લપસ્યો, મહિલાનું ડૂબી જતાં મોત

મોરબી રોડ પર આવેલા બેડી હડમતીયા ગામે રહેતી પરિણીતા પાણી ભરવા ગઇ ત્યારે પગ લપસી જતાં કૂવામાં પડી જતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ બેડી હડમતીયા ગામે રહેતી હેતલબેન સુરેશભાઇ સુરાણી (ઉ.વ.27) નામની પરિણીતા પોતાની વાડીના કૂવામાંથી પાણી ભરવા ગઇ ત્યારે અંદર પડી ગઇ હતી. મોડે સુધી તેણી પાણી ભરીને પરત ન આવતાં પરિવારજનો તપાસ કરવાં જતાં તેણી અંદર પડી ગયાનું જણાતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પરિવારજનોએ તેણીને બેભાન હાલતમાં બહાર કાઢી હતી. 108ને જાણ કરવામાં આવતાં તેના ડોક્ટર અક્ષય બાંભણીયાએ તેણીને મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

પોલીસ ક્ધટ્રોલ રૂૂમના ઇન્ચાર્જ ફતેહસિંહ સોલંકીએ જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. પ્રશાંતભાઇ સહિતે પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. તેણીના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં બે પુત્ર છે. પતિ ખેતી મજૂરી કરે છે. તેણી બે ભાઇની એકની એક બહેન હતી. તેના માતા-પિતા રાજકોટ રૈયા રોડ પર નહેરૂૂનગર વિસ્તારમાં રહે છે. પ્રાથમિક તપાસમાં તેણી પાણી ભરવા ગઇ ત્યારે પગ લપસી જતાં અંદર પડી ગયાનું ખુલ્યું હતું.આમ છતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.ઘટનાથી બે માસુમ દિકરા મા વિહોણા થઇ ગયા છે.

Exit mobile version