Site icon Gujarat Mirror

મેઘમાયાનગરમાં કપડાં સૂકવતી વેળાએ પહેલા માળેથી પટકાતાં મહિલાનું મોત

oplus_2097152

શહેરના મેઘમાયાનગરમાં કપડા સુકવતી વેળાએ પહેલા માળેથી પટકાતા મહીલાનું ગંભીર ઇજા થતા મોત નીપજયું છે. જયારે વામ્બે આવાસ કવાર્ટરમાં યુવાને ફીનાઇલ ગટગટાવી લેતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો છે.
જાણવા મળતી વિગત મુજબ રાજનગર ચોક પાસે આવેલા મેઘમાયાનગર શેરી નં.4માં રહેતા ગીતાબેન હકાભાઇ ગાંગીયા (ઉ.વ.32) નામના મહીલા આજે સવારે પોતાના ઘરે પહેલા માળે કપડા સુકવતા હતા ત્યારે અકસ્માતે પહેલા માળેથી પટકાતા તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.

જયાં ટુંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવીયાનગર પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક મહીલાના લગ્ન 10 વર્ષ પહેલા થયા હોવાનું અને પતિ રીક્ષાચાલક હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

જયારે બીજા બનાવમાં કાલાવડ રોડ પર વામ્બે આવાસ કવાર્ટરમાં રહેતા તુષાર અનીલભાઇ ચુડાસમા (ઉ.વ.20) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે કોઇ કારણસર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.

Exit mobile version