Site icon Gujarat Mirror

રેલવે સ્ટેશન પાસે દારૂના નશામાં ઝઘડો કરી મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યું

oplus_2097184

કેબિન પાસે સ્કૂટર રાખવાની ના પાડતા યુવક પર હુમલો

શહેરના રેલવે સ્ટેશન પાસે પોપટપરાની મહિલાએ દારૂના નશામાં ઝઘડો કરી ફિનાઇલ ગટગટાવી લીધુ હતું. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

જાણવા મળતી વિગત મુજબ પોપટપરા શેરી નં.14માં રહેતા અસ્મીતા મનીષભાઇ ડાભી (ઉ.વ.36)નામની મહિલાએ રેલવે સ્ટેશન પાસે દારૂના નશામાં અન્ય લોકો સાથે ઝઘડો કરી પોતે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

જયારે બીજા બનાવમાં માલવીયા કોલેજ પાછળ રામનગરમાં રહેતો અને સ્વામીનારાયણ ચોકમાં સ્ટીમ ઢોકળાની રેકડી ધરાવતો પ્રથમ રાજુભાઇ જરીયા (ઉ.વ.19)નામનો યુવાન ગઇકાલે સાંજે પોતાની રેકડીએ હતો ત્યારે અજાણયા ત્રણ શખ્સો સ્કૂટર લઇ ધસી આવ્યા હતા. અને કેબીન આગળ સ્કૂટર રાખતા તેને સ્કૂટર દૂર રાખવાનુ કહેતા ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઇ જઇ ઝઘડો કરી ધોકા પાઇપ વડે હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે માલવીયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version