ગરૂડ ચોકમાં બે વૃધ્ધાને મહિલાએ ઢીકા-પાટુનો માર માર્યો

કૃષ્ણનગરમાં યુવાને બિમારીના ટીક્ડા ખાઇ લેતા તબિયત લથડી શહેરમાં રામનાથપરા વિસ્તારમાં ગરૂડ ચોક ખાતે બે વૃધ્ધા સાથે મહિલાએ ઝઘડો કરી ઢીકા-પાટુનો મારમાર્યો હતો. બંને વૃધ્ધાને…

કૃષ્ણનગરમાં યુવાને બિમારીના ટીક્ડા ખાઇ લેતા તબિયત લથડી

શહેરમાં રામનાથપરા વિસ્તારમાં ગરૂડ ચોક ખાતે બે વૃધ્ધા સાથે મહિલાએ ઝઘડો કરી ઢીકા-પાટુનો મારમાર્યો હતો. બંને વૃધ્ધાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રામનાથપરામાં આવેલ ગરૂડ ચોકડમાં રહેતા નશીમબેન સલીમભાઇ જીવાણી (ઉ.વ.62)અને નુરજહાબેન રમજાનભાઇ જીવાણી (ઉ.વ.62)પોતાના ઘર પાસે હતા ત્યારે મુસ્કાનબેને ઝઘડો કરી ઢીકા-પાટુનો મારમાર્યો હતો.

બંને વૃધ્ધાને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીજા બનાવમાં કૃષ્ણનગરમાં રહેતા વિશાલ વિનભાઇ દુદકીયા (ઉ.વ.39)એ ડીપ્રેશનના કારણે ઉંઘની વધુ પડતી ગોળીઓ ખાઇ લીધી હતી. યુવકની તબિયત લથડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉ5રોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.