આંતરરાષ્ટ્રીય
ટ્રમ્પની જીત સાથે જ ગેરકાયદે ઘૂસણખોરી કરનારાઓ મુશ્કેલીમાં
અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસતા લોકોની સમસ્યા ગંભીર છે. ટ્રમ્પ વિજેતા બન્યા બાદ આવા વસાહતીઓ ઉપર દેશ નિકાલની તલવાર લટકી રહી છે. તેની અસરો પણ દેખાવા લાગી છે. મેક્સિકોમાંથી લાખો લોકો મુસાફરી કરી અમેરિકામાં પ્રવેશવા તત્પર રહે છે. ટ્રમ્પના વિજય બાદ આ લાંબી લાઈનોમાં અડધાથી વધારે ઓછો થઈ ગયો છે. તસવીરોમાં આવા સ્થળાંતરિત મુસાફરો, તેમની હાડમારીઓ નજરે પડે છે. ટ્રમ્પની સૂચિત ઈમિગ્રેશન નીતિમાં બાળકો માટે જન્મજાત નાગરિકતા સમાપ્ત કરવાની પણ વાત છે. જેની અસર મોટી સંખ્યામાં જોવા મળશે.