યુએસ ઓપન વિમેન્સ ડબલ્સમાં વિલિયમ્સ સિસ્ટર્સની એન્ટ્રી

યુએસ ઓપનમાં 3થી 11 સપ્ટેમ્બર દરમ્યાન વિમેન્સ ડબલ્સ રમાશે. આ ઇવેન્ટ માટે વિલિયમ્સ સિસ્ટર્સને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપવામાં આવી છે. 46 વર્ષની વીનસ વિલિયમ્સને મહિલા…

યુએસ ઓપનમાં 3થી 11 સપ્ટેમ્બર દરમ્યાન વિમેન્સ ડબલ્સ રમાશે. આ ઇવેન્ટ માટે વિલિયમ્સ સિસ્ટર્સને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપવામાં આવી છે. 46 વર્ષની વીનસ વિલિયમ્સને મહિલા સિંગલ્સમાં પણ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે. 44 વર્ષની સેરેનાએ હજી સિંગલ્સ ઇવેન્ટ રમવાની પુષ્ટિ આપી નથી.

સેરેના અને વીનસે સાથે મળીને 14 ગ્રેન્ડ સ્લેમ ડબલ્સ ટાઇટલ જીત્યાં છે. 1999 અને 2009માં બન્નેએ યુએસ ઓપનમાં વિમેન્સ ડબલ્સ ટાઇટલ જીત્યું હતું. આ બહેનોએ છેલ્લે 2022 યુએસ ઓપનમાં ડબલ્સ જોડી તરીકે ભાગ લીધો હતો. બન્નેએ મહિલા ડબલ્સમાં ત્રણ ઑલિમ્પિક્સ ગોલ્ડ મેડલ પણ જીત્યા છે.