પંજાબના વોન્ટેટ ગેંગસ્ટર અમૃતપાલની કેનેડામાં ધરપકડ

’એ-કેટેગરી’ના ગેંગસ્ટર અમૃતપાલ સિંહ બાથ (જે હરપ્રીત સિંહ તરીકે પણ ઓળખાય છે) ની કેનેડામાં અટકાયત કરવામાં આવી છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, કેનેડિયન સત્તાવાળાઓએ ’રેડ…

’એ-કેટેગરી’ના ગેંગસ્ટર અમૃતપાલ સિંહ બાથ (જે હરપ્રીત સિંહ તરીકે પણ ઓળખાય છે) ની કેનેડામાં અટકાયત કરવામાં આવી છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, કેનેડિયન સત્તાવાળાઓએ ’રેડ કોર્નર નોટિસ’ના આધારે આ પગલું ભર્યું છે. અમૃતપાલ સિંહ પંજાબના તરનતારન જિલ્લાનો વતની છે અને તે હત્યા સહિતના અનેક ગંભીર ગુનાહિત કેસોમાં પોલીસને શોધાય છે. અમૃતપાલ વિરુદ્ધ 20થી વધુ ગુનાહિત કેસો નોંધાયેલા છે, જેમાં હત્યાના કાવતરાના આરોપોનો પણ સમાવેશ થાય છે. વિદેશમાં રહીને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતા ગુનેગારો સામે આ ધરપકડને એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.

પંજાબ પોલીસ તેને ભારત પરત લાવવાની તૈયારી કરી રહી છે અને તેના પ્રત્યાર્પણ માટેની કાયદાકીય પ્રક્રિયા શરૂૂ કરી દીધી છે. તરનતારનના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (જજઙ) સુરિન્દર લાંબાએ આ ધરપકડની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે કેનેડિયન પોલીસે ’રેડ કોર્નર નોટિસ’ના આધારે કાર્યવાહી કરી છે, જે કેન્દ્રીય એજન્સીઓની મદદથી જારી કરવામાં આવી હતી. અમૃતપાલ બાથ તરનતારન જિલ્લાના મિયાંપુર ગામનો રહેવાસી છે અને તેની ઉંમર આશરે 43 વર્ષ છે. પંજાબમાં તેની સામે કુલ 20 ગુનાહિત કેસો નોંધાયેલા છે, જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ અને ગેરકાયદેસર રીતે હથિયારો રાખવા જેવા ગંભીર આરોપોનો સમાવેશ થાય છે.