Site icon Gujarat Mirror

8 વર્ષ બાદ સાઉથના સુપરસ્ટાર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા ?

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા લગભગ આઠ વર્ષથી રૂૂપેરી પડદાથી દૂર છે. ચાહકો તેમના કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે એવી ચર્ચા છે કે તેઓ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે ફિલ્મ ‘AA22xA6’ દ્વારા દક્ષિણ ભારતીય સિનેમામાં ડેબ્યૂ કરી શકે છે.

અનુષ્કા શર્મા બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તેમણે પોતાની કારકિર્દીમાં અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને અલગ-અલગ પ્રકારની ભૂમિકાઓથી પોતાની આગવી ઓળખ બનાવી છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી તેઓ અભિનયથી દૂર રહી છે. તેમના કમબેક અંગે ઘણી વખત અફવાઓ સામે આવી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નહોતી. હવે ફરી એકવાર તેમના નવા પ્રોજેક્ટ અંગે ચર્ચાઓ તેજ બની છે. આ વખતનો કમબેક માત્ર વાપસી જ નહીં, પરંતુ એક નવો ડેબ્યૂ પણ બની શકે છે. અહેવાલો અનુસાર, અનુષ્કા શર્મા દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી શકે છે.

દક્ષિણ ભારતીય ફિલ્મોની વધતી લોકપ્રિયતા અને પેન-ઇન્ડિયા પ્રોજેક્ટ્સના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને, તેઓ આ દિશામાં આગળ વધી શકે છે. અનુષ્કા શર્મા દક્ષિણના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘AA22xA6’ સાથે વાપસી કરી શકે છે. જો આ પ્રોજેક્ટ ફાઈનલ થાય છે, તો તે તેમની માટે સાઉથ સિનેમામાં પ્રથમ ફિલ્મ બની રહેશે. જોકે હાલ સુધી આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

Exit mobile version