પ્રેમી અને માતા સાથે મળી પતિની હત્યા કરતી પત્ની

લાશ પણ સળગાવી નાખી, વાંકાનેર પંથકની ચકચારી ઘટના ઉપરથી પડદો ઉંચકતી પોલીસ વાંકાનેરના ઢૂવા ગામ નજીક સિરામિક ફેક્ટરી પાસે ગત તા.27ના રોજસળગેલી હાલતમાં મળેલ અજાણ્યા…

લાશ પણ સળગાવી નાખી, વાંકાનેર પંથકની ચકચારી ઘટના ઉપરથી પડદો ઉંચકતી પોલીસ

વાંકાનેરના ઢૂવા ગામ નજીક સિરામિક ફેક્ટરી પાસે ગત તા.27ના રોજસળગેલી હાલતમાં મળેલ અજાણ્યા પુરુષના મૃતદેહ મામલે મોરબી એલસીબી ટીમને સફળતા મળી છે.આ મૃતદેહ મામલે પોલીસ તપાસમાં આ બનાવ હત્યાનો હોવાનું અને આ હત્યા મૃતકની પત્નીએ તેની માતા અને તેના પ્રેમી સાથે મળી ને કરી હોવાનું ખુલ્યુ છે હાલ પોલીસે ત્રણે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો મુજબ તા. 27/04/2024ના રોજ વાંકાનેર તાલુકા વિસ્તારમાં ઢૂવા ગામ પાસે આવેલી એક ફેક્ટરી પાસે પાસે આવેલ ખુલ્લી જગ્યામાંથી અર્ધ સળગેલી હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.પ્રાથમિક તપાસ દરમિયાન આ બનાવ હત્યાનો હોવાની આશંકાએ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.જેમાં આ મામલે એલસીબી અને પેરોલ ફલો સ્ક્વોડ સહિતની અલગ અલગ ટીમો બનાવી અનેક સીસીટીવી ફૂટેજ તપાસી બનાવના અંદાજિત સમયગાળા દરમિયાન આસપાસથી પસાર થયેલ વાહનો,ટેકનિકલ સર્વેલન્સ તેમજ બનાવ વિસ્તારમાં એક્ટિવ સેલ આઇડી અંગે તપાસ કરવામાં આવી હતી.

તો બીજી તરફ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા પણ મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા તેમજ મૃતકની ઓળખ છગનલાલ પાંચિયાભાઈ નિનામા તરીકે થઈ હતી, જે મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.સાથે જ અલગ અલગ મોબાઈલ સેલ આઇડી ની તપાસ દરમિયાન ત્રણ શંકાસ્પદ નંબરો મળી આવ્યા હતા જેની તપાસ કરતા મૃતક ની પત્ની,તેમજ મૃતકની પત્નીનો,પ્રેમી અને અન્ય એક મહિલા ના નંબરો હોવાનું ખુલ્યુ હતું બસ ત્યાર બાદ એક બાદ એક કડી મળતા તપાસમાં ખુલ્યું હતું કે આ બનાવ અકસ્માત મોત નહિ પરંતુ પૂર્વયોજનાથી કરાયેલ હત્યા છે.

અને પોલીસ તપાસ મુજબ મૃતક છગન ની પત્ની સુમન સાથે અવાર નવાર મારકૂટ કરી ઝઘડા કરતો હતો અને પત્ની ની માતા તથા ભાઈને ફોન કરી ગાળો આપી માનસિક ત્રાસ આપતો હતો જેનાથી કંટાળી સુમન પોતાના સંતાનો સાથે એમપી થી વાંકાનેર ખાતે છેલ્લા ત્રણેક વર્ષથી પ્રેમી સાથે પત્ની તરીકે રહેતી હતી. આ દરમિયાન પણ મૃતક છગન પત્ની સુમન તેમજ સાસુ દેવલીબાઈ અને સાળા વિકાસને ફોન કરી માનસિક ત્રાસ આપતો હતો.

અંતે મૃતકની પત્ની સુમન વાઇફ ઓફ છગનલાલ નિનામા એ પોતાની માતા દેવલીબાઈ ગિરેવાલ, પ્રેમી પવન નિનામા સાથે મળી છગનલાલ ની હત્યા કરવાનો પ્લાન કરી છગનલાલ ને મધ્યપ્રદેશ થી વાંકાનેરના ઢૂવા ખાતે બોલાવ્યો હતો અને રાત્રિના સમયે ત્રણે એ મળી દોરી થી ટૂંપો આપી હત્યા નિપજાવી હતી બાદમાં હાથ દોરીથી બાંધી મૃતદેહને થોડે દૂર ખુલ્લી જગ્યામાં ફેંકી દઈ સળગાવી દીધો હતો. હાલ પોલીસે મૃતકની પત્ની સુમન છગનલાલ નિનામા,મૃતકના સાસુ દેવલીબાઈ ગિરેવાલ અને મૃતકની પત્ની ના પ્રેમી પવન નિનામાં ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.