ગુજરાત
રૂા.500ના ફટાકડા ફોડવા બાબતના ઝઘડામાં પતિના હાથે પત્નીની હત્યા
દિવાળીના સપરમા દિવસોમાં કરુણ ઘટના
ફટાકડા ફોડવામાં પતિ-પત્ની વચ્ચે ડખ્ખો, પતિએ પત્નીને ધોકો મારતા મોત થયું હતું.આ ઘટના હત્યામાં પલટાતા પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.મળતી વિગતો મુજબ,મોરબીના તળાવીયા શનાળા ગામની સીમમાં આવેલ સોફ્ટન કાર્બન ઇન્ડસ્ટ્રીઝમાં પતિ પત્ની વચ્ચે ફટાકડા બાબતે ઝધડો થતા પતિએ ઉશ્કેરાઈ જઈને પત્નીને લાકડાનો ધોકો મારી દેતા તેનું મળત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મળતી વિગતો મુજબ,મોરબીના ગાળા ગામની સીમમાં રહેતા દીપકભાઈ બગ્ગાભાઈ ડામોરે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના મામાની દીકરી ભુરીબેન,તેના પતિ નરબેસિંગ, તેનો દીકરો વિશાલ અને દીકરી શાકુંતલા એમ ચારેય છેલ્લા ચારેક વર્ષથી મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામની સીમમાં આવેલ સોફ્ટન કાર્બન ઇન્ડસ્ટ્રીઝમાં રહે છે અને ત્યાં કામ કરે છે દરમ્યાન ગત તા.28 ના રોજ નરબેસિંગ એ તેના શેઠ પાસેથી 5000 રૂૂપિયા ઉપાડ લીધેલ હોય અને બધા પૈસા ભુરીબેનને આપી દીધા હતા શહેરમાં સંત કબીર રોડ ઉપર આવેલા મયુરનગરમાં રહેતા વૃદ્ધનું હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
બાદમાં જેથી ફટાકડા લેવા નરબેસિંગ એ પૈસા માગતા 500 રૂૂપિયા આપ્યા હતા જેના ફટાકડા લઇ આવેલ હોય અને ફટાકડા ફોડી લીધા બાદ બધા સાંજે સાથે જમવા બેઠેલ હોય દરમિયાન ભુરીબેન એ તેના પત્નીને કહેલ કે 500 રૂૂપિયાના ફટાકડા કેમ લાવેલ હોય તેમ કહીને ઝધડો કરવા લાગેલ અને ભુરીબેને તેના પતિને મારી લીધેલ જેથી નરબેસિંગ ખીજાઈ ને ત્યાં બાજુમાં પડેલ લાકડાના ધોકા થી ભૂરીબેનને માથામાં મારી દેતા તેનું મળત્યુ નીપજ્યું હતું. ધટનાની જાણ થતા જ પોલીસની ટીમ સ્થળ પર દોડી જઈને વધુ તપાસ ચલાવી હતી અને બનાવ અંગે હત્યા સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.