શાપરમાં રહેતા પ્રૌઢને સાથે કડીયા કામ સાથે કડિયા કામ કરતી યુવતી સાથે આડા સંબંધ હોવાની શંકા કરી પત્ની અને પુત્રએ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપરમાં રહેતા કાનાભાઈ પ્રવીણભાઈ વઘેરા નામના 48 વર્ષના પ્રૌઢ સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘર નજીક હતા ત્યારે પત્ની ભાનુબેન અને પુત્ર દિલીપએ ઝઘડો કરી માર માર્યો હતો.
હુમલામાં ઘવાયેલા કાનાભાઈ વઘેરાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા પ્રાથમિક પૂછપરછમાં કાનાભાઈ વઘેરા કડિયા કામ કરે છે અને સાથે કડિયા કામ કરતી યુવતી સાથે કાનાભાઈને આડા સંબંધ હોવાની શંકાએ પત્ની ભાનુબેન અને પુત્ર દિલીપએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં શાપરમાં આવેલા આંબેડકરનગરમાં રહેતા ભગવાનજીભાઈ ભાણજીભાઈ ચાવડા નામના 45 વર્ષના પ્રૌઢ રાત્રિના સમયે પોતાના ઘરે હતા ત્યારે દારૂના નશામાં બીમારીની વધુ પડતી દવા પી લીધી હતી. પ્રૌઢની તબિયત લથડતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
