નરાધમ શિક્ષકે 3 વિદ્યાર્થિનીઓને અડપલા કરી એક ઉપર દૂષ્કર્મ આચર્યુ, ધરપકડ

અમરેલી જિલ્લાના જાફરાબાદની પંથકની સરકારી શાળામાં ફરજ બજાવતા રામ શંકર બટુકભાઇ પંડ્યા નામના એક શિક્ષકે સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર કરતી હરકત કરી શાળામાં અભ્યાસ માટે…

અમરેલી જિલ્લાના જાફરાબાદની પંથકની સરકારી શાળામાં ફરજ બજાવતા રામ શંકર બટુકભાઇ પંડ્યા નામના એક શિક્ષકે સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર કરતી હરકત કરી શાળામાં અભ્યાસ માટે આવતી ત્રણ છાત્રાને અડપલા કરી એક બાળકી ઉપર દૂષ્કર્મ આચર્યાનું બહાર આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બહાર આવતા જ પોલીસે તાત્કાલીક આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપી શિક્ષક રમેશ શંકર પંડ્યા મુળ તળાજા તાલુકાના વેળાવદરનો વતની છે અને જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક છે. આ નરાધમ બાળાઓને સ્ટાફરૂમમાં બોલાવી તેને અડપલા કરતો હતો અને એક બાળકી ઉપર દૂષ્કર્મ પણ આચર્યુ હતું. લગભગ છ મહિના સુધી આ સીલસીલો ચાલ્યો હતો.

આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે શિક્ષક વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે. આમ કુલ 4 બાળાઓ ભોગ બની છે જેમાં છેલ્લા 6 મહિનાથી આવું શિક્ષક કળત્ય કરતો હતો. હાલ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ બળાત્કાર રેપની ફરિયાદ નોંધાય છે તપાસ ઇન્ચાર્જ પીઆઇ રવિરાજસિંહ ચૌહાણ તપાસ ચલાવી રહ્યા છે.

શિક્ષક આરોપી રામશંકરભાઈ પંડ્યાની જાફરાબાદ પોલીસે ધરપકડ કરી છે. આ શિક્ષકની પોલીસ પૂછપરછ કરશે અગાઉ ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો હાલ શિક્ષક તરીકે જાફરાબાદ પંથકમાં એક ગામમાં આવેલ એક સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો શિક્ષણજગતમાં શર્મશાર કરતો કીસ્સો સામે આવ્યો છે.

મળતી વિગતો પ્રમાણે પોલીસે રામશંકર બટુકભાઈ પંડ્યા નામના શિક્ષકની ધરપકડ કરી છે. આરોપી ભાવનગર જિલ્લાના તળાજાના વેળાવદરનો રહેવાસી છે અને અહીં સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. આ શિક્ષકે પહેલા ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ કર્મચારી તરીકે પણ ફરજ બજાવી હતી. પોલીસમાં ફરજ બજાવી અને હવે શિક્ષક તરીકે ફરજ બજાવતા આ નરાધમીએ દીકરીઓ પર આચરેલા દુષ્કર્મ બાદ તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.