Site icon Gujarat Mirror

“તું શું ચોરી કરવા આવ્યો છો” તેમ કહી કુખ્યાત શખ્સ ઉપર અજાણ્યા શખ્સો ધોકા-પાઇપથી તૂટી પડ્યા

oplus_2097152

રાજકોટના ચુનારાવાળ વિસ્તારમાં રહેતો કુખ્યાત શખ્સ રામનાથપરા વિસ્તારમાં હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તું શું ચોરી કરવા આવ્યો છો તેમ કહી ધોકા પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં રહેતો લખન બચુભાઈ માલાણી નામનો 30 વર્ષનો યુવાન રામનાથપરા વિસ્તારમાં હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધોકા પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં હુમલામાં ઘવાયેલો યુવાન 20 થી 25 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે અને અગાઉ બે વખત પાસામાં ધકેલાયો હતો ગઈકાલે મધરાત્રે રામનાથપરા વિસ્તારમાં હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તું શું ચોરી કરવા આવ્યો છે તેમ કહી ધોકા પાઇપ વડે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આક્ષેપના પગલે એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Exit mobile version