રાષ્ટ્રીય

ભારતીય એજન્સીઓ કાશ્મીરમાં આતંકવાદ શું કામ ફેલાવે?

Published

on

જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લાની સરકારની રચના પછી આતંકવાદી હુમલા વધી ગયા એ સંદર્ભમાં ઉમરના પિતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડો. ફારૂૂક અબ્દુલ્લાએ વિચિત્ર નિવેદન આપ્યું છે. ડો. ફારૂૂકે કાશ્મીરમાં વધેલા આતંકવાદી હુમલા માટે ભારત સરકારની એજન્સીઓ જવાબદાર હોવાનો આક્ષેપ કરીને સવાલ કર્યો છે કે, કોઈ એજન્સી તો આ હુમલા નથી કરાવી રહી ને ? ફારૂૂકે કહ્યું છે કે, મને શંકા છે કે આ હુમલો એવા લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે જેઓ આ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, બાકી આ બધું પહેલા કેમ નહોતું બનતું? ફારૂૂકના કહેવા પ્રમાણે, કેટલીક એજન્સી ઓમર અબ્દલ્લાની તાજેતરમાં ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવા માગે છે તેથી આતંકવાદી હુમલાની ઘટનાઓ વધી છે.

ફારૂૂકે પોતે ફોડ પાડીને કઈ એજન્સીની વાત કરી રહ્યા છે એ કહ્યું નથી પણ ફારૂૂકની માનસિકતા જોતાં સ્પષ્ટ છે, તેમણે ભારતીય સુરક્ષા એજન્સીઓ પર સવાલ ઉઠાવ્યા છે. ફારૂૂકના નિવેદન સામે ભાજપે સ્વાભાવિક રીતે જ વાંધો ઉઠાવ્યો છે. ભાજપે કહ્યું કે, ફારુક અબ્દુલ્લા પાસે કોઈ પુરાવા કે માહિતી હોય તો કેન્દ્ર સરકારને આ પુરાવા આપવા જોઈએ, બાકી હવામાં ગોળીબાર કરીને ફેંકાફેંક ના કરવી જોઈએ.

જમ્મુ અને કાશ્મીરમાં સમસ્યાઓ નથી એવું સાવ જૂઠાણું ના ચલાવી શકાય પણ આતંકવાદીઓ સાવ બેફામ નથી તેનું કારણ ભારત સરકારની એજન્સીઓ અને લશ્કર છે, બાકી પાકિસ્તાન અને તેના પીઠ્ઠુ આતંકવાદીઓ તો કાશ્મીરને ભડકે બાળવા માગે છે. લશ્કર ના હોય તો કાશ્મીરની પ્રજાનું જીવવું હરામ થઈ જાય એ જોતાં લશ્કર કે ભારતીય એજન્સીઓ સામે આંગળી ના ચીંધી શકાય. ફારૂૂક સહિતના લોકોના પોતાના રાજકીય એજન્ડા છે એટલે એ લોકો આવી વાતો કરે છે પણ આ વાતોમાં દમ નથી. આ પ્રકારની વાતો કરીને ફારૂૂક પોકતાની માનસિકતા છતી કરી રહ્યા છે. નેશનલ કોન્ફરન્સમાં લોકોએ વિશ્ર્વાસ મૂકીને સ2ત્તા સોંપી છે ત્યારે કાશ્મીરમાં શાંતિ સ્થાપવા માટે એને આતંકવાદને ખતમ કરીને લોકોનાં જીવનને બહેતર બનાવવા માટે મથવાના બદલે ફારૂૂક રાજકીય આક્ષેપબાજી કરે એ શરમજનક કહેવાય.

ફારૂૂકે પોતાના દીકરા ઉમરને કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરવાની સલાહ આપવી જોઈએ પણ તેના બદલે એ વાહિયાત નિવેદનો કરીને પલિતો ચાંપી રહ્યા છે. અત્યારે જે સ્થિતિ છે તેમાં જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાના ભરોસે છે. કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણ જવાબદારી લેફ્ટનન્ટ ગવર્નરની છે પણ એ સાવ નિષ્ફળ ગયા છે એ જોતાં સૌથી પહેલાં તેમને ખસેડવા જોઈએ. આદર્શ સ્થિતિ તો એ છે કે, લેફ્ટનન્ટ ગવર્નરે આતંકવાદી હુમલાની જવાબદારી લેવી જોઈએ અને ખસી જવું જોઈએ કેમ સિંહા છેલ્લાં પાંચ વર્ષમાં કાશ્મીરની સ્થિતિમાં કોઈ સુધારો લાવી શક્યા નથી. આવા સાવ નિષ્ફળ શાસકના ભરોસે કાશ્મીરની પ્રજાને છોડી ના શકાય. આ સંજોગોમાં મોદી સરકારે તેમને બદલવા જ જોઈએ ને કોઈ સક્ષમ માણસને લેફ્ટનન્ટ ગવર્નર બનાવવા જોઈએ. કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળે ત્યાં સુધી સિંહાના ભરોસે લોકોને છોડીને મરવા ના દેવાય. કાશ્મીરની સુરક્ષાના મામલે બીજા પણ સવાલો છે.

દરેક વાર હુમલા પછી પાકિસ્તાન પર દોષારોપણ કરીને હાથ ખંખેરી દેવાય છે પણ સવાલ એ છે કે, પાકિસ્તાનથી આતંકવાદીઓ આવી રહ્યા છે તો ઈન્ડિયન આર્મી તેમને કેમ રોકતી નથી? ને આર્મી રોકતી નથી તો મોદી સરકાર શું કરી રહી છે? આતંકવાદીઓને રોકવા અને ઠેકાણે પાડી દેવાની જવાબદારી સરકારની છે પણ એવું થતું નથી. તેનો મતલબ એ થયો કે, આ મોદી સરકારની નિષ્ફળતા કહેવાય કે, આતંકવાદીઓને રોકવામાં સક્ષમ નથી. મોદી સરકારે આ સ્થિતિ બદલવા પણ કમર કસવી જોઈએ, આકરા થવું પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version