Site icon Gujarat Mirror

રાજકોટથી ભગુડા દર્શન કરવા મિત્રો સાથે નીકળ્યા; રસ્તામાં બોલાચાલી થતા રિક્ષાચાલક ઉપર હુમલો

 

રાજકોટમા હુડકો ચોકડી પાસે આવેલા વિનોદ નગરમા રહેતો યુવાન પોતાની રીક્ષા લઇ પાંચ મિત્રો સાથે ભગુડા દર્શન કરવા જતો હતો ત્યારે આટકોટ નજીક પહોંચતા એક મીત્રએ ચાલુ રીક્ષાએ ઝઘડો કરી રીક્ષા ચાલક યુવાન પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા હુડકો ચોકડી પાસે આવેલા વિનોદ નગરમા રહેતો ભરત મુળજીભાઇ ચંદ્રપાલ નામનો 28 વર્ષનો યુવાન સાંજના પાચેક વાગ્યાના અરસામા આટકોટ ગામ પાસે હતો ત્યારે સાહીલ, રહીશ અને ફારૂક નામના શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યો હતો આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આટકોટ પોલીસને જાણ કરતા આટકોટ પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

આ અંગે ઇજાગ્રસ્ત ભરત ચંદ્રપાલની પ્રાથમીક પુછપરછમા ભરત ચંદ્રપાલની રીક્ષા લઇ શાહરૂખ, ઘુસો, સમીર, ભુરો અને સોહીલ સહીતના 6 મીત્રો રાજકોટથી ભગુડા દર્શન કરવા જતા હતા ત્યારે સમીરે ચાલુ રીક્ષાએ ઝઘડો કરી છરીના ઘા ઝીકી દીધા હતા. જયારે સાથે રહેલા અન્ય મીત્રોએ તેને બચાવી સારવાર માટે ખસેડયો હોવાનુ જણાવ્યુ હતુ આ બનાવ અંગે રાજકોટ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version