Site icon Gujarat Mirror

દિલ્હીમાં તીવ્ર ઠંડી વચ્ચે હવામાન પલટો: વરસાદથી પ્રદુષણમાં ઘટાડો

રાજસ્થાન-હરિયાણાના શહેરોમાં પણ વરસાદની આગાહી

દિલ્હી-એનસીઆરમાં તીવ્ર ઠંડી વચ્ચે, હવામાન અચાનક બદલાઈ ગયું છે. શુક્રવારે સવારે ગુરુગ્રામથી નોઈડા સુધી NCRના મોટાભાગના ભાગોમાં હળવો વરસાદ પડ્યો. NCRમાં લોકો લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે અચઈંમાં સુધારો થવાની ધારણા છે.

છેલ્લા ઘણા દિવસોથી તીવ્ર ઠંડી અને પ્રદૂષણના બેવડા પ્રકોપનો સામનો કરી રહેલા દિલ્હી-એનસીઆરમાં શુક્રવારે સવારે અચાનક હવામાન બદલાઈ ગયું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજધાની દિલ્હી, આસપાસના શહેરો અને હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં બે કલાકમાં હળવો થી મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે. તાપમાનમાં વધુ ઘટાડો થવાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
સવારે 6 થી 7 વાગ્યાની વચ્ચે, ગુરુગ્રામ, નોઈડા, ગાઝિયાબાદ, દિલ્હી અને ફરીદાબાદ જેવા શહેરોના મોટાભાગના ભાગોમાં હળવો થી મધ્યમ વરસાદ પડ્યો. સવારે ઓફિસ જવા નીકળતા લોકોને થોડી અસુવિધાનો સામનો કરવો પડ્યો. જોકે, ધુમ્મસ ઓછું હતું.

જારી કરાયેલા હવામાન બુલેટિન મુજબ, દિલ્હી-NCRમાં આગામી ત્રણ દિવસ સુધી તીવ્ર ઠંડી ચાલુ રહેવાની આગાહી છે. 10 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન 6 થી 8 ડિગ્રી સેલ્સિયસ, મહત્તમ 16-18 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

Exit mobile version