ગુજરાત
તળાજામાંથી તલવાર, છરી, ધારીયા સહીતના હથિયારનો જથ્થો મળ્યો
સાંજના 5 વાગ્યે તળાજા મા શુ બન્યું છે.પોલીસ નો મોટો કાફલો ફરી રહ્યો છે.આવા સવાલો સાથે ફોન રણકતા થયા હતા.જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલા એ અસામાજિક તત્વોના ઘેર જઇ કોમ્બિન્ગ કરેલ.સાથે ફૂટ પેટ્રોલીંગ કરતા અનેક વાહનો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.ઘરમાં તલાશી દરમિયાન તીક્ષ્ણ અને બોથડ હથિયારો નો જથ્થો મળી આવતા બે વ્યક્તિ ની અટકાયત કરી હતી.ગુંડાઓમા ધાક બેસાડવા અને આમ જનતા મા પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધારવા માટે જિલ્લા પોલીસ વડા ટીમ સાથે તળાજા દોડી આવ્યા હતા.એ.એસ.પી અંશુલ જૈન,એલ.સી.બી પો.ઇ વાળા,એસ.ઓ.જી પો.ઇ સુનેસરા, પો.ઇ ગોર,દાઠા પો.સ.ઇ તિવારી સહિતના અધિકારીઓ,મહિલા પોલીસ સહિત પોલીસનો મોટો કાફલાની અલગ અલગ પાંચ ટિમો બનાવી હતી.
આઈ.પી.એસ.અંશુલ જૈન એ માહિતી આપતા જણાવ્યું હતુ કે તળાજા ના હુડકો,ઓડવાડા,પાવઠીગામ,પંચશીલ સહિતના વિસ્તારોમાં જ્યાં ભૂતકાળમા બનેલા ગુનાઇત બનાવના ઈસમો રહેતા હોય ત્યાં અચાનક જ ઘરે જઈ કોમ્બિન્ગ હાથ ધરવામાં આવેલ હતું.હાજીભાઈ હુસેનભાઇ બાવનકા, રહે ખાટકીવાડ.હુસેનભાઇ અલ્લારખાભાઈ બાવનકા ગોરખી દરવાજા પાસેના ઘરમાંથી જીવલેણ હથિયારો નો મોટો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.હથિયારો કબ્જે લઈ બંને ઈસમો ની અટકાયત કરી હતી.હથિયારો છરી,કોયતા,તલવાર,ધાર્યા જેવી વસ્તુઓ મળી પચાસ થી વધુ હથિયારો નો જથ્થો હતો.
નગરના મુખ્યમાર્ગો પર ફૂટ પેટ્રોલીંગ કરેલ હતું.તે સમયે નંબર પ્લેટ વગરના વાહનો સહિતના ટુ વહીલ,ફોર વહીલ ચેક કરવામાં આવ્યા હતા.જેમાં 77 વાહન ચાલકો સામેં ધોરણસર ની કાર્યવાહી કરી હતી. પાવતી ફાડી ને 26200/- નો સ્થળપર દંડ વસૂલવામા આવ્યો હતો. વિભાગીય પોલીસ વડા અંશુલ જૈન એ આમ જનતા ને અપીલ કરી છેકે ક્યાંયપણ ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી હોય તે બાબતે પોલીસ ને ત્વરીત જાણ કરવામાં આવે. તળાજા મા પોલીસ અધિકારીઓ,વાહનો જોઈ ને ચકચાર મચી જવા પામી હતી.પોલીસ ફૂટ પેટ્રોલીંગ મા નીકળી તે સમયે આમ જનતા નો મત સાંભળવા મળ્યો હતોકે આ પ્રકાર ની કાર્યવાહી રેગ્યુલર થવી જોઈએ.જેથી ગુનાઇત માનસ ધરાવતા તત્વોમા ડર બેસે.આમ જનતા ને પણ પોલીસ અધિકારી વચ્ચે વિશ્વસનીયતા વધુ મજબૂત બને.તળાજા ઇન્ચાર્જ પો.ઇ ગોર એ જણાવ્યું હતુ કે તળાજા અને આસપાસ ના ગ્રામ્ય વિસ્તારમા મકાન માલિકો દ્વારા ભાડે મકાન આપેલ હોય તે બાબતે પોલીસ ને જાણ ન કરી હોય તેવા 17 જેટલા મકાન માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુન્હો નોંધવામાં આવેલ છે.