Site icon Gujarat Mirror

‘ભારતને ખાલિસ્તાન બનાવી દઈશું’, અમદાવાદ-વડોદરાની 34 શાળાઓમાં બોમ્બની ધમકી

પંજાબી ભાષામાં ઈમેઈલ મળ્યો, તપાસમાં કઈ વાંધાજનક ન મળતાં હાશકારો, અવાર નવાર ધમકીથી વાલીઓમાં ભય

ગુજરાતના અમદાવાદ 15 અને વડોદરાની 19 જેટલી શાળાઓને સોમવારે ફરી એકવાર બોમ્બની ધમકીવાળો ઈમેઇલ મળતા ચકચાર મચી હતી. પોલીસે તાત્કાલિક શાળાઓમાં બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ અને મેટલ ડિટેકટર સાથે દોડી જઇને તપાસ હાથ ધરી હતી.

એક અધિકારીના જણાવ્યા અનુસાર, ધમકીભર્યા ઈમેઇલમાં “ભારતને ખાલિસ્તાન બનાવી દઇશું” એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતા જ વાલીઓ તેમના સંતાનોને લેવા શાળાઓમાં દોડી ગયા હતા. અનેક શાળાઓએ વિદ્યાર્થીઓન વહેલા છોડી દીધી હતી. અમદાવાદ પોલીસ દ્વારા શાળાઓમાં cs’nkO“ તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે કંઇ વાંધાજનક મળી ન હતી. અધિકારીઓએ જણાવ્યું કે ઈમેઇલ પંજાબી ભાષામાં લખાયેલો હતો અને તેમાં વિસ્ફોટ કરવાની ચેતવણી આપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમોને પણ વિવિધ શાળાઓમાં મોકલવામાં આવી હતી. પોલીસ હવે ઇમેલ મોકલનારને શોધવા તપાસ કરી રહી છે.

અમદાવાદની જે સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી ઉઅટ ઇન્ટરનેશનલ સ્કૂલ, મકરપુરા, એશિયા સ્કૂલ, વસણાપુર, એ વન સ્કૂલ, સેટેલાઇટ, અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ, કૃષ્ણનગર, સંત કબીર, નવરંગપુરા, સિલ્વર બેલ સ્કૂલ, બાપુનગર, તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ, બોપલ, જૠટઙ ગુરુકુલ સ્કૂલ, એ.જી. હાઈસ્કૂલ નવરંગપુરા, જે.જી. ઇન્ટરનેશનલ સ્કૂલ, દિવ્યાન બલ્લુભાઈ, સી.એન વિદ્યાલય, વિદ્યાનગર સ્કૂલ, ખાલસા લિટલ સ્કૂલ, બાપુનગર, જીવીબા સ્કૂલ, ઘોડાસરનો સમાવેશ થાય છે.

ગત સપ્તાહે દિલ્હીની સાત શાળાઓને પણ આવો જ ધમકીભર્યો ઈમેઇલ મળ્યો હતો, તેમાં પણ રાષ્ટ્રીય રાજધાનીને ખાલિસ્તાનમાં ફેરવવાની વાત કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઈમેઇલમાં ઉશ્કેરણીજનક અને ભડકાઉ સામગ્રી હતી, પરંતુ તપાસ બાદ તે ફક્ત બોગસ હોવાનું સામે આવ્યું હતું. રસપ્રદ બાબત એ હતી કે આ ધમકીભર્યા ઈમેઇલમાં સંસદ ભવનમાં વિસ્ફોટ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી.

Ahmedabad-Vadodara
શાળા સંચાલકોએ બોમ્બની ધમકી અંગે માહિતી આપતા તાત્કાલિક ફાયર અને પોલીસ વિભાગની ટીમો જે તે શાળા પર પહોંચી છે. સાથે જ બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડ દ્વારા સ્કૂલમાં તપાસ કરવામાં આવી રહી છે.
સાવચેતીના ભાગરૂૂપે વડોદરાની શાળા સંચાલકોએ સતર્કતા દાખવી તાત્કાલિક બાળકોને સુરક્ષિત રીતે ઘરે મોકલી આપ્યા છે. સાથે જ ઊર્મિ સ્કૂલ હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી.

અમદાવાદની આ સ્કૂલોને મળી ધમકી
DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, મકરબા, એશિયા સ્કૂલ, વસ્ત્રાપુર, એ વન સ્કૂલ, સેટેલાઇટ, અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ, કૃષ્ણનગર, સંત કબીર, નવરંગપુરા, સિલ્વર બેલ સ્કૂલ, બાપુનગર, તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ, બોપલ, જૠટઙ ગુરુકુળ સ્કૂલ, એ.જી. હાઇસ્કુલ, નવરંગપુરા, જે.જી. ઇન્ટરનેશનલ સ્કૂલ, દીવાન બલ્લુભાઈ, સી.એન વિદ્યાલય, વિજયનગર સ્કૂલ,ખાલસા લિટલ સ્કૂલ, બાપુનગર, જીવીબા સ્કૂલ, ઘોડાસર

વડોદરાની આ સ્કૂલોને મળી ધમકી
ડી. આર. અમીન, વાસણા રોડ, ઉર્મી, સમાસાવલી, નાલંદા, વાઘોડિયા રોડ, બરોડા હાઈસ્કુલ, બગીખાના, નવયુગ, સમા જીવન સાધના, નાગરવાડા, અઠજ, ડભોઇ, શાનેન, ખોડિયાર નગર, ગુજરાત પબ્લિક સ્કૂલ, વાઘોડિયા, બ્રાઇટ સ્કૂલ, ભાયલી, બિલાબોંગ સ્કૂલ, વડસર, આત્મીય વિદ્યાલય, માંજલપુર, ડોન બોસ્કો, માંજલપુર, ઓક્ઝીલીયમ સ્કૂલ, માંજલપુર, ઝેનિથ સ્કૂલ, પ્રતાપનગર, અમેરિકન સ્કૂલ ઓફ બરોડા, આજવા રોડ, બરોડા પબ્લિક સ્કૂલ, વાઘોડિયા, ગ્રીન વેલી સ્કૂલ, અંપાડ

Exit mobile version