ભારત અમારા ઉપર બેફામ ટેક્સ લગાવે છે, જે હવે નહીં ચલાવી લેવાય: રેસિપ્રોક્લ ટેક્સથી ટેરિફ વોર ભડકવાના એંધાણ
અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રેસિપ્રોકલ ટેક્સ લાદવાની ધમકી આપી છે. એટલે કે ભારત અમેરિકન ઉત્પાદનો પર જેટલો ટેક્સ લાદશે એટલો જ હવે ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભારતીય ઉત્પાદનો પર ટેક્સ લાગુ કરશે. એટલેકે એમ કહી શકાય કે હવે ભારત અને અમેરિકા વચ્ચે પણ ટેરિફ વોર ભડકવાની શક્યતા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે અમુક અમેરિકન ઉત્પાદનોની આયાત પર ભારત દ્વારા લાદવામાં આવેલા હાઈ ટેરિફના જવાબમાં રેસિપ્રોકલ ટેરિફ લાદવાના તેમના ઇરાદાઓનું પુનરાવર્તન કરીને ભારતને સીધી ધમકી આપી દીધી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, રેસિપ્રોકલ, ભારત અમારા પર જેટલો ટેક્સ લગાવે છે, તેના જવાબરૂૂપે અમે તેમના પર સમાન ટેક્સ લગાવીશું. ટ્રમ્પ ખુલ્લેઆમ કહ્યું કે ભારત અમારા પર બેફામ ટેક્સ લગાવે છે અને લગભગ દરેક મામલે ટેક્સ વસૂલે છે અને અમે તેમને માફ કરી દઈએ છીએ.
જે હવે નહીં ચાલે. અમેરિકાના આગામી પ્રમુખ ટ્રમ્પે ચીન સાથે સંભવિત વેપાર કરાર અંગેના પ્રશ્નનો જવાબ આપતાં આ ટિપ્પણી કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, ભારત અને બ્રાઝિલ એવા દેશોમાં સામેલ છે જે કેટલાક અમેરિકન ઉત્પાદનો પર હાઇ ટેરિફ વસૂલી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું, રેસિપ્રોકલ શબ્દ મહત્વપૂર્ણ છે કારણ કે જો કોઈ અમારી પાસેથી ચાર્જ વસૂલે છે, તો અમારે પણ વિચારવાની જરૂૂર નથી.
ભારતીય અધિકારીઓને લાંચ આપવા બદલ અમેરિકન કંપનીને 1900 કરોડનો દંડ
ભારતીય અધિકારીઓને લાંચ આપવાનો આરોપ મૂકાયા પછી ત્રણ યુએસ કંપનીઓએ સજાથી બચવા માટે 22.50 કરોડ ડોલર (લગભગ રૂૂપિયા 1900 કરોડ રૂૂપિયા)નો ભારે દંડ ચૂકવ્યો હોવાના અહેવાલ છે. આ ત્રણ કંપનીઓ મૂગ ઈન્કોર્પોરેશન, ઓરેકલ અને એલ્બેમાર્લે કોર્પોરેશન પર વિવિધ ભારતીય વિભાગો અને રેલવે, હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ (HAL), અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સહિતની સરકારી કંપનીઓના અધિકારીઓને લાંચ આપવાનો આરોપ હતો.
આ ત્રણ કંપનીઓએ યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)ને કેસના સમાધાન માટે ત્રણ ગણો દંડ ચૂકવ્યો હતો. આ સંજોગોમાં તેમણે ભારતીય અધિકારીઓને લગભગ 650 કરોડ રૂૂપિયાની રકમ લાંચ તરીકે ચૂકવી હતી.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DoJ) દ્વારા અપાયેલી વિગતો પ્રમાણે મૂગ કોર્પોરેશને કેસની પતાવટ માટે 16.8 લાખ ડોલર (લગભગ 14.28 કરોડ રૂૂપિયા) ચૂકવ્યા છે જ્યારે ઓરેકલે પતાવટ માટે 2.30 કરોડ ડોલર (લગભગ રૂૂપિયા 200 કરોડ)ની ચૂકવણી કરી છે. ત્રીજી કંપની એલ્બેમાર્લે 19.8કરોડ ડોલર (લગભગ રૂૂપિયા 1683 કરોડ) ચૂકવ્યા છે.
આ પૈકી પ્રથમ કિસ્સામાં, મૂગ ઈન્કોર્પોરેશન પર હિંદુસ્તાન એરોનોટિકિસ (HAL) અને ભારતીય રેલ્વેના અધિકારીઓને 5 લાખ ડોલર (લગભગ રૂૂપિયા 4.20 કરોડ રૂૂપિયા)થી વધુ લાંચ આપવાનો આરોપ હતો. મૂગ ઈન્કોર્પોરેશન કંપની લશ્કરી, એરોસ્પેસ અને ઔદ્યોગિક મશીનરી ક્ષેત્રોમાં કામ કરે છે.
કંપની એરોસ્પેસ, સંરક્ષણ, ઔદ્યોગિક અને તબીબી એપ્લિકેશનો માટે અદ્યતન સ્પીડ કંટ્રોલ ઉત્પાદનોની ડિઝાઇન બનાવે છે અને ઉત્પાદનમાં કામ કરે છે.બીજા કિસ્સામાં, આઇટી જાયન્ટ ઓરેકલ પર યુનાઇટેડ આરબ અમીરાત (ઞઅઊ) અને તુર્કીમાં ભારતીય રેલ્વેના અધિકારીઓ અને સંસ્થાઓને 68 લાખ ડોલરથી વધુની લાંચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કિસ્સામાં, કંપનીએ કથિત રીતે લગભગ કેસના સમાધાન માટે 2.30 કરોડ ડોલરનો દંડ ચૂકવ્યો હતો. ત્રીજા કેસમાં યુ.એસ. કેમિકલ ઉત્પાદક અલ્બેમાર્લે પર ઈન્ડોનેશિયા અને વિયેતનામમાં ઈન્ડિયન ઓઈલના અધિકારીઓ અને કંપનીઓને લગભગ 6.35 કરોડ ડોલરની લાંચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

