ગુજરાત
અનુદાનિત લો કોલેજોને ગ્રાન્ટ આપવા અમે સરકારને હુકમ કરી શકીએ નહીં: હાઇકોર્ટ
રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ લો કોલેજોના વિવાદમાં હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજદારો તરફથી પરત ખેંચી લેવામાં આવતાં આ રિટનો નિકાલ થયો છે. આ કેસની સુનાવણીમાં ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે,ગ્રાન્ટ ઇન એઇડ લો કોલેજોને ગ્રાન્ટ આપવા માટે સરકારને હાઇકોર્ટ આદેશ કરી શકે નહીં. બાર કાઉન્સિલ ઓફ િઇ્ન્ડયા-ઇઈઈંના લીગલ એજ્યુકેશન કમિટીના નિયમોમાં ફેરફાર થતાં આ સમગ્ર મામલે હાઇકોર્ટમાં રિટ અરજી કરવામાં આવી હતી.
આ કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે,થતમે કોર્ટ પાસેથી એવી દાદ માગી રહ્યા છો કે ગ્રાન્ટ ઇન એઇડ લો કોલેજોને ગ્રાન્ટ આપવાનું કહેવામાં આવે. જોકે, એ બાબત કોર્ટના હકૂમત ક્ષેત્રની બહારનો વિષય છે. એ રાજ્ય સરકાર છે અને તેઓ તેમના રોસ્ટરના માસ્ટર છે. તેમની પાસે તેમનું પોતાનું નાણાકીય ભંડોળ છે. અમે માત્ર એટલું કહી શકીએ કે સરકાર તમારી રજૂઆતને ધ્યાને લે. એનાથી વધુ કંઇ કરી શકીએ નહીં. કોર્ટે એવી ટકોર પણ કરી હતી કે,થદરેક સેલ્ફ ફાયનાન્સ કોલેજો નફાખોરી જ કરે એવું જરૂૂરી નથી. તેઓ પોતાના સ્ત્રોતથી આવક ઊભી કરીને પોતાની કોલેજો ચલાવે છે. ગ્રાન્ટ ઇન એઇડ લો કોલેજોની ગ્રાન્ટનો મુદ્દો સ્પષ્ટ છે. તેઓ પગ્રાન્ટથ કે પએઇડથને પરાઇટથ તરીકે લઇ શકે નહીં.થ હાઇકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે,થઆ મામલે જાહેરહિતની અરજી ન થઇ શકે, પરંતુ જો કોઇ પણ કોલેજને તકરાર હોય તો તેઓ અંગત સ્તરે રિટ કરી શકે.થ ઉલ્લેખનીય છે કે આ મામલે બે જુદા જુદા કેસ હતા.
એક કેસ વિદ્યાર્થીઓ તરફથી હતો અને બીજો કોલેજોના એસોસિયેશન તરફથી હતો. બંને કેસમાં ઉક્ત દલીલોના અંતે વિદ્યાર્થીઓની અરજી હાલના તબક્કે અર્થહીન થતાં તેને પરત ખેંચવાની છૂટ ખંડપીઠે આપી હતી. સાથે જ એસોસિયેશનની અરજી પણ પરત ખેંચવાની અને લો કોલેજો તેમની તકરાર સંદર્ભે નવેસરથી ફ્રેશ રિટ પિટિશન કરી શકે એવી છૂટ આપી હતી.
કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે આ કોલેજો માટેના પ્રોફેસર્સની ભરતી કઇ રીતે કરવામાં આવે છે. ત્યારે એક તબક્કે ભરતી માટેની કમિટી હોવાનું કોર્ટ સમક્ષ આવ્યું હતું. તેથી કોર્ટે કહ્યું હતું કે કમિટીની મારફતે ભરતી થઇ જ ન શકે. એક રિક્રુટમેન્ટ બોર્ડ, એક્ઝામિંગ બોડી હોવી જોઇએ. તેના વિના તમને નિષ્ણાતો મળશે જ નહીં.