Site icon Gujarat Mirror

યુદ્ધની સ્થિતિમાં અનાજનો પૂરતો જથ્થો જાળવવા અમે કટીબદ્ધ: ફેર પ્રાઇઝ એસો.

આપણો ભારત દેશ વિવિધ જાતિ, ધર્મ, ભારત દેશ વિવિધ જાતિ, ધર્મ, ભાષા, ખાનપાન, રહેણીકરણી, પ્રાકૃતિક અને ભૌગોલિક વિષમતાઓ તથા જુદા જુદા પ્રકારે અનેક વિવિધતાઓ ધરાવે છે. આમ છતા ભારત દેશનો દરેક નાગરિક દેશને જયારે જરૂૂરિયાત હોય, દેશ પર કોઈ આફત આવી હોય, દેશ મુશ્કેલ સ્થિતીમા હોય ત્યારે દેશ પ્રત્યેની નિષ્ઠા ફરજ અને પુરા સમર્પણથી દેશ માટે કાંઈ પણ કરી છુટવા તત્પર હોય છે.

આપણું ગુજરાત રાજ્ય પણ મોટા સરહદી વિસ્તારથી જોડાયેલું છે, ત્યારે આપણી પણ દેશના સંરક્ષણ માટેની વિશેષ જવાબદારી બને છે. ગુજરાત રાજ્યના સતર હજાર વાજબી ભાવની દુકાનના સંચાલકો આપને આશ્વાસન અને ખાતરી આપવા માંગીએ છીએ કે વર્તમાન યુદ્ધની પરિસ્થિતિમાં અમો એફ.પી.એસ. હોલ્ડર્સ આપની સાથે આપણા વડાપ્રધાન સાથે અને આપણા દેશ સાથે તન, મન અને ધનથી જોડાયેલા છીએ. દેશની સેવા માટે દેશની રક્ષા માટે અમારી ક્યાંય પણ જરૂૂર પડે અમોને હાકલ કરજો અમે આપના આદેશનું પુરી નિષ્ઠાથી પાલન કરીશુ.

વિશ્વના અજોડ, અભૂતપૂર્વ, સર્વજન હિતાયના દ્રષ્ટિકોણ ધરાવતા આ એક માત્ર રાષ્ટ્રની સલામતીની જવાબદારી સમગ્ર વિશ્વના લોકોની છે, વિશ્વના સમગ્ર રાષ્ટ્રોની છે. ત્યારે અમો ભારતમાતાના સંતાન તરીકે અમારા સંપૂર્ણ સમર્થન સાથે અમારી જાતને રાષ્ટ્ર માટે અર્પણ કરીએ છીએ. રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠાના વિભાગ દ્વારા લોકોને પૂરો પાડવામાં આવતો આવશ્યક ચીજ વસ્તુના પુરવઠાનું વિતરણ કરવાની કામગીરીઓ સરકારની સૂચના અનુસાર પ્રમાણિકપણે સુપેરે નિભાવીશું, યુદ્ધની સ્થિતિમા આવશ્યક ચીજ વસ્તુનો પુરવઠો ન ખોરવાય તે માટે ગુજરાત રાજ્યના વ્યાજબી ભાવના દુકાનદારો સંનિષ્ઠ પ્રયતો કરશે. યુધ્ધની ગંભીર સ્થિતિમા દુકાનદાર તન મન ધનથી દેશની સાથે છે અને રહેશે તેમ ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસીએશન દ્વારા કટીબદ્ધતા વ્યકત કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.

Exit mobile version