આંતરરાષ્ટ્રીય
વોટ કે લિયે કુછ ભી કરેગા, ડોનાલ્ડ ટ્રમ્પે સમર્થકો માટે ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવી
મેક્રડોનાલ્ડસમાં કામ કરવાની ઇચ્છા અંગે પણ જણાવ્યું
અમેરિકાની આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રચાર કરી રહ્યા છે. 78 વર્ષીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેઓ ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ સામે રાષ્ટ્રપતિ પદ માટેની રેસમાં છે, જેઓ પ્રચાર દરમિયાન મેકડોનાલ્ડ ની મુલાકાતે પહોંચ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે લોકો માટે ખાસ અંદાજમાં ફ્રેન્ચ ફ્રાઈઝ પીરસી હતી, જેની ચર્ચા આજે તમામ મીડિયા પ્લેટફોર્મ પર થઇ રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે પેન્સિલવેનિયામાં પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે તેમણે ખભઉજ્ઞક્ષફહમથત ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પનું વિલક્ષણ ચરિત્ર ફરીવાર સામે આવ્યું. ખભઉજ્ઞક્ષફહમથત,માં તેઓ સફેદ શર્ટ અને લાલ ટાઈ સાથે કાળો અને પીળો એપ્રોન પહેરીને લોકો માટે બટાકાની ફ્રાઈઝ બનાવતા અને પીરસતા જોવા મળ્યા. જે લોકો માટે આશ્ચર્યજનક અને રમુજી સાબિત થયું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર રેસ્ટોરન્ટની મુલાકાત લેવા માટે જ ન હોતા આવ્યા, પરંતુ તેમણે લોકો માટે ફેન્ચ ફ્રાઈઝ પણ તૈયાર કરી હતી. તેમણે ડ્રાઈવ-થ્રુ વિન્ડો દ્વારા કેટલાક લોકોને ફ્રેન્ચ ફ્રાઈઝ આપી હતી.
આ સમય દરમિયાન, લોકોમાં ડોનાલ્ડ ટ્રમ્પને જોઈને ઉમળકો અને ઉત્સાહ છલકાયો હતો. ઝિીળાના સમર્થકો તેમને જોઈને ખુશ થઈ ગયા, અને તેમની આ અનોખી શૈલીને ખૂબ વખાણી.
ફ્રેન્ચ ફ્રાઈઝ પીરસવાની આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે. દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, મને આ કામ ગમે છે. મને અહીં ખૂબ જ મજા આવે છે. હું હંમેશા મેકડોનાલ્ડ્સમાં કામ કરવા માંગતો હતો,
તેમણે તેમના સત્તાવાર ડ (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર પોસ્ટ કરેલા વીડિયોમાં જણાવ્યું હતું. આ પહેલા અમેરિકાના રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ફરી કહ્યું છે કે તેઓ ઇમિગ્રન્ટ્સને આવકારે છે, પરંતુ તે શરતે કે તેઓ કાયદેસર રીતે આવે. ગેરકાયદેસર વસાહતીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.