ક્રાઇમ
સગીરાનું અપહરણ તથા દુષ્કર્મ કેસમાં આરોપી સામે વોરંટ
જામજોધપુરના ગીંગણી ગામમાં ખેતમજૂરી કરતા રાજસ્થાનના એક શખ્સે પાંચેક મહિના પહેલાં એક સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ ગુન્હાનો આરોપી હાલમાં નાસતો ફરતો હોય. પોક્સો કોર્ટે તેની સામે વોરંટ ઈસ્ય કર્યું છે.
જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રમેશભાઈ ની વાડીમાં ખેત મજૂરી કામ કરતા મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના ઉપલા ઘંટાલા ગામના કલ્પેશ શંકરભાઈ નીનામા નામના શખ્સે એક સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજાર્યાની જે તે વખતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે આરોપીની પોલીસ દ્વારા શોધખોળ કરાતી હતી. તે દરમિયાન જામનગરની ખાસ પોક્સો અદાલતે આરોપી સામે સીઆરપીસીની કલમ 70 હેઠળ વોરંટ ઈસ્ય કર્યું હતું.
તે વોરંટની બજવણી માટે જામનગર ની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમ પીઆઈ વાય.જે. વાઘેલા ની આગેવાની મા તપાસમાં જોડાઈ છે.આ શખ્સ અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ 63596 27873 અથવા 97149 73960નો સંપર્ક કરવો.તેમ પોલીસ ની યાદી મા જણાવાયું છે.