15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ દોહામાં એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં 53 બોલમાં 204 રન ફટકારીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. 28 છગ્ગા અને સૌથી ઝડપી બેવડી સદી જેવા કારનામા કર્યા પછી તેનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે ક્રિકેટ માત્ર રમવા ખાતર નથી રમવું પરંતુ આગામી 10-20 વર્ષ સુધી ક્રિકેટ જગત પર રાજ કરવું છે તેમ કહી રહ્યો છે. આ ઐતિહાસિક ઇનિંગના તરત જ બાદ આઈપીએલ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વૈભવ સૂર્યવંશીનો એક વીડિયો શેર કર્યો હતો.
વીડિયોમાં વૈભવ ખૂબ જ સ્પષ્ટ અને આત્મવિશ્વાસથી ભરેલા અંદાજમાં પોતાના ભવિષ્યના લક્ષ્ય વિશે વાત કરતા જોવા મળે છે. વૈભવ કહે છે કે તેમને ક્રિકેટ માત્ર રમવા ખાતર નથી રમવું, પરંતુ આગામી 10થી 20 વર્ષ સુધી ક્રિકેટની દુનિયા પર રાજ કરવું છે.
