17 વર્ષ બાદ ભારતને ન્યુઝિલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી જીતવાની તક

કાલે ક્રાઇસ્ટચર્ચમાં અંતિમ ટેસ્ટ, ઠઝઈ ફાઇનલમાં પહોંચવા પણ ટીમ ઇન્ડિયાએ મેચ જીતવી જરૂરી, જાડેજા-સિરાજની એન્ટ્રી પર સસ્પેન્સ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શ્રેણીની બીજી અને અંતિમ…

કાલે ક્રાઇસ્ટચર્ચમાં અંતિમ ટેસ્ટ, ઠઝઈ ફાઇનલમાં પહોંચવા પણ ટીમ ઇન્ડિયાએ મેચ જીતવી જરૂરી, જાડેજા-સિરાજની એન્ટ્રી પર સસ્પેન્સ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ શુક્રવારથી ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવલ ખાતે રમાશે. પહેલી ટેસ્ટ ડ્રો થયા બાદ ભારતીય ટીમ આ મેચ જીતીને શ્રેણી પર કબજો કરવાનો પ્રયાસ કરશે. ભારત પાસે 17 વર્ષ પછી ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતવાની તક છે. ટીમ ઇન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં પહોંચવાની બાકી રહેલી આશાઓને જીવંત રાખવાનો પણ પ્રયાસ કરશે.

ટીમ ઇન્ડિયા સામે સૌથી મોટો પ્રશ્ન પ્લેઇંગ 11નો છે. શું રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજને તક મળશે? બંનેને પ્રથમ ટેસ્ટમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. જોકે બંને ખેલાડીઓ મેચ-વિનર છે, ટીમ મેનેજમેન્ટ તરફથી સંકેતો સૂચવે છે કે પ્લેઇંગ 11માં મોટા ફેરફારો આ સમયે અસંભવિત છે. પહેલી ટેસ્ટમાં ભારતના ચારેય નિષ્ણાત બોલરોએ 40થી વધુ ઓવર ફેંકી હતી. બેટ્સમેનોએ પણ ક્રીઝ પર ઘણો સમય વિતાવ્યો હતો.
હેગલી ઓવલ પીચ વેલિંગ્ટન કરતાં બોલરોને વધુ મદદ કરે તેવી અપેક્ષા છે. ગ્રાઉન્ડ સ્ટાફના મતે પીચ પર લગભગ 12 મિલીમીટર ઘાસ રહી શકે છે. પહેલા બે દિવસ સૂર્યપ્રકાશની અપેક્ષા છે, જે ઘાસને સૂકવી શકે છે. જસપ્રીત બુમરાહ ફરી એકવાર ભારતીય ટીમ માટે બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે. ઝડપી બોલિંગની ભૂમિકા માટે ગુરનુર બરાર અને પ્રસિદ્ધ કૃષ્ણા વચ્ચે સ્પર્ધા થઈ શકે છે. એ જોવું રસપ્રદ રહેશે કે ગુરનુરને તક મળે છે કે પ્રસિદ્ધને મળે છે. આ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજને તક મળશે કે નહીં તે જોવાનું બાકી છે.

કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ પાસેથી સારી શરૂૂઆત મળવાની અપેક્ષા રાખવામાં આવશે. રાહુલે વેલિંગ્ટન ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. હવે ક્રાઇસ્ટચર્ચમાં પણ તે જ સંયમ અને જવાબદારી સાથે રમવાની અપેક્ષા રાખવામાં આવશે. શુભમન ગિલ, ઋષભ પંત અને સાઈ સુદર્શન જેવા બેટ્સમેન પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

બીજી તરફ, ન્યૂઝીલેન્ડને વધુ એક આંચકો લાગ્યો છે. બેકઅપ ફાસ્ટ બોલર બ્લેર ટિકનરને હેમસ્ટ્રિંગ ઈજાને કારણે બીજી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેના સ્થાને મેટ ફિશરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડને તેમના ફાસ્ટ બોલરોને રોટેટ કરવાનો પડકાર પણ સામનો કરવો પડશે, કારણ કે ટીમ પાસે આઠ અઠવાડિયામાં છ ટેસ્ટ છે. કેપ્ટન ટોમ લાથમ પણ ફોર્મમાં પાછા ફરવાનો પ્રયાસ કરશે. વેલિંગ્ટન ટેસ્ટની બંને ઇનિંગ્સમાં તેને જસપ્રીત બુમરાહ દ્વારા પહેલી ઓવરમાં આઉટ કરવામાં આવ્યો હતો.

ભારતના સંભવિત પ્લેઈંગ 11: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, ગુરનુર બરાર/મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, આકાશ દીપ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

ટોસ જીતનાર ટીમના જીતના સંજોગો ઉજળા
ન્યુઝીલેન્ડના ઓપનર અને કેપ્ટન ટોમ લૈથમના જણાવ્યા મુજબ ટોસ મહત્વની ભૂમિકા નિભાવશે. તેમણે કહ્યું કે, ક્રાઈસ્ટચર્ચના હૈગલે પાર્કમાં ક્યારેક ક્યારેક ટોસ મહત્વનો બની જાય છે. લૈથનો ઈરાદો ટોસ જીતવાનો છે.જે કેપ્ટનને પહેલા શું કરવું તે નક્કી કરવાનો અધિકાર આપે છે, બેટિંગ કરવી કે બોલિંગ કરવી. આ મેદાન પર ડિસેમ્બર 2014થી ડિસેમ્બર 2025 વચ્ચે કુલ 15 ટેસ્ટ રમાઈ છે. જેમાં 14 વખત ટોસ જીતનારી ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મતલબ માત્ર એક વખત એવું થયું જ્યારે ટોસ જીતનારી ટીમે પહેલા બેટિંગ કરી છે. ટોસ પછી 15 ટેસ્ટમાં જીત અને હારની વાત કરીએ તો હૈગલ પાર્કમાં પહેલા બેટિંગ કરનારી ટીમે 4 વખત જીત મેળવી છે. જ્યારે પહેલા બોલિંગ કરનારી ટીમે 9 મેચ પોતાને નામ કરી છે. 15માંથી 2 ટેસ્ટ ડ્રો રહી છે.