Site icon Gujarat Mirror

વડિયાની બેન્ક ઓફ ઇન્ડિયા બ્રાન્ચમાં ખાતેદારોને વીમા પોલિસીઓ ધાબડી, લોકોમાં રોષ

અમરેલી જીલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં આવેલી બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ સરકારની બે વીમા પોલિસીઓ બાબતે વિવાદમાં આવતી જોવા મળી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી મુજબ બેન્ક ઓફ ઇન્ડિયાની વડિયા બ્રાન્ચ દ્વારા પોતાના ખાતેદારોની મંજૂરી વગર સરકારની બે વીમા યોજનાઓ જમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના(PMSBY)અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ સુરક્ષા વીમા યોજનાના પ્રીમિયમ લોકોના ખાતામાંથી કાપ્યા હતા અને ગ્રાહકની મંજૂરી વગર પરાણે પોલિસીઓ તેમના નામે આપી હતી. આ બાબતની જાણ ગ્રાહકોને મોબાઈલમાં આવેલાં મેસેજમાં થતા આ ગ્રાહકો બેન્ક માં પૂછ પરછ માટે આવ્યા હતા અને અધિકારી એ ઉડાવ જવાબ આપતા. ગ્રાહકો ઉગ્ર બનતા ફરી મંજૂરી વગર કપાયેલા રૂૂપિયા પરત કર્યા હતા.

ત્યારે હજુ એવા કેટલાય ખાતેદારો હોય શકે જે જેના ખાતામાંથી સીધા વીમા પોલિસી પ્રીમિયમના પૈસા કપાયા હોય તે તો પાસબુક ભરવામાં આવે તો જ ખ્યાલ આવી શકે. શું આ રીતે બેન્ક પોતના ગ્રાહકોની પરમિશન વગર વીમા પોલિસીઓ ધાબડી દે અને પ્રીમિયમ પણ ખાતા જમા રકમ માથી કાપી લે તે કેટલું યોગ્ય ?? આ બાબતે બેન્ક ઓફ ઇન્ડિયાના ઉપરી અધિકારીઓ અને આરબીઆઈ કડક કાર્યવાહી કરાવે તેવી લોક માંગણી જોવા મળી રહી છે.

Exit mobile version