Site icon Gujarat Mirror

કોડીનારમાં મતદારોના ફોર્મ નંબર 7 બારોબાર ભરાઇ જતાં પોલીસમાં રજૂઆત

કોડીનાર વિધાનસભા વિસ્તારમાં 47 જેટલા શખ્સો એ મુસ્લિમ સમાજ ને ટાર્ગેટ કરી 6722 જેટલી વાંધા અરજીઓ કરી ફોર્મ નંબર 7 ભરી દેતા મુસ્લિમ સમાજ માં આવા તત્વો સામે ભારે આક્રોશ ફેલાતા ગઈકાલે શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાનું ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરનાર સામે પોલીસ માં રજૂઆત કર્યા બાદ આજે મેમણ કોલોની અને જલારામ સોસાયટી ના મતદારો એ તેમના વિસ્તાર માં ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરનાર બે શખ્સો સામે કાયદાકીય પગલા ભરવા પોલીસ માં અરજી કરી છે.

આ અંગે ની વિગત મુજબ કોડીનાર વિધાનસભા માં 47 જેટલા શખ્સો એ મુસ્લિમ સમાજ ને ટાર્ગેટ કરી 6722 મતદારો ના ફોર્મ નંબર 7 ભરી દેતા કોડીનાર મુસ્લિમ સમાજ માં દેકારો મચી જતા આજરોજ મેમણ કોલોની અને જલારામ સોસાયટી ના મુસ્લિમ મતદારો એ કોડીનાર પોલીસ સ્ટેશન માં અરજી આપી આ વિસ્તારના બુથ નંબર 105 માં બચુભાઈ વાળાભાઈ રામ (રહે.મોટી ફાફણી) નામ ના શખ્સે 352 નામો સામે અને બુથ નંબર 106 માં સુરેશ અરજણ ભાઈ મઘા રહે.મોટી ફાફણી એ 325 વાંધા અરજીઓ કરી ફોર્મ નંબર 7 ભરી દેતા આ બન્ને શખ્સો એ જાણી જોઈ ને પૂર્વ આયોજન સાથે ખોટી રીતે 677 જેટલી વાંધા અરજીઓ કરી ફોર્મ નંબર 7 ભર્યા હોવાનું અને આ ફોર્મ મતદારો ની સંમતિ વિના ખોટી માહિતી સાથે ગેરકાયદેસર રીતે ભરી કાયદેસર મતદારો ના નામ મતદાર યાદી માં થી કાઢી નાખવાનો અને તેમના મતદાન ના બંધારણીય અધિકારો થી વંચિત કરવા અને લોકશાહી પ્રકિયા ને નુકશાન પહોંચાડવાનો કૃત્ય કરી છેતરપિંડી કરી ગંભીર ગુનો કર્યો હોય આરોપી બચુભાઈ વાળાભાઈ રામ અને સુરેશ અરજણ ભાઈ મઘા વિરુદ્ધ યોગ્ય કલમો હેઠળ ઋઈંછ નોંધી કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

Exit mobile version