વિસનગર પાલિકાના કોર્પોરેટરનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

વિસનગરના વોર્ડ નંબર-1ના ભાજપ નગરસેવક દીપક મોદીએ વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. તેઓ કાંસા એન.એ. વિસ્તારની ગણેશનગર સોસાયટીમાં રહેતા હતા. આ…

વિસનગરના વોર્ડ નંબર-1ના ભાજપ નગરસેવક દીપક મોદીએ વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. તેઓ કાંસા એન.એ. વિસ્તારની ગણેશનગર સોસાયટીમાં રહેતા હતા. આ ઘટનામાં ટ્રેન નીચે આવી જવાથી તેમના શરીરના બે ટૂકડા થઈ ગયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, દીપકભાઈ મોદીએ વહેલી સવારે વરેઠા-ગાંધીનગર પેસેન્જર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. આ ઘટના પટણી દરવાજાથી માટેલ હોટલ તરફ જતા માર્ગ પર આવેલા સ્મશાન નજીકના નાળા પાસે બની હતી. નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા દીપકભાઈ મોદી વિસનગર નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા. તેમને પાલિકામાં પક્ષના નેતા તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને તેમના પરિચિતો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. હાલ પોલીસે પંચનામુ કરી લાશને વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે. જેની જાણ થતાં ભાજપના પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, નગરસેવકો તેમજ ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા.