જસદણ નજીક અકસ્માત, આટકોટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનું મોત

જસદણ તાલુકાના બરવાળા ગામ નજીક બાઇક અને ઇકો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભગવાનભાઈ વિઠ્ઠલભાઈ…

જસદણ તાલુકાના બરવાળા ગામ નજીક બાઇક અને ઇકો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભગવાનભાઈ વિઠ્ઠલભાઈ બેરાણીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

માહિતી અનુસાર, કોન્સ્ટેબલ ભગવાનભાઈ બેરાણી ફરજ પર હતા ત્યારે બાઇક પર જઈ રહ્યા હતા. બરવાળા ગામ નજીક તેમની બાઇક ઇકો કાર સાથે અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ અને સ્ટાફનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ફરજ પરના પોલીસ કર્મીના આકસ્મિક નિધનથી સમગ્ર પંથકમાં અને પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ભગવાનભાઈ બેરાણીના અવસાનથી તેમના પરિવારજનો, મિત્રો અને સહકર્મચારીઓમાં ગમગીની છવાઈ ગઈ છે. પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.