વિરાટ કોહલીનો નવો હેરસ્ટાઇલ લુક સોશિયલ મીડિયામાં વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર તેમના નવા લુકને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ તેમની નવી હેરકટ અને હેર કલર સોશિયલ મીડિયા…

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર તેમના નવા લુકને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ તેમની નવી હેરકટ અને હેર કલર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ટ્રાન્સફોર્મેશન પાછળ ફેમસ સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ રાશિદ સલમાનીનો હાથ છે. રાશિદે વિરાટની તસવીર શેર કરીને કેપ્શન લખ્યું, King Kohli, now in pastels. ત્યારબાદ ફેન્સ તેમના નવા અવતારની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

આ વખતે વિરાટ કોહલીના હેરસ્ટાઇલમાં માત્ર કટ જ નહીં, પણ કલરને પણ નવો ટચ આપવામાં આવ્યો છે. પેસ્ટલ ટોન સાથે તૈયાર કરાયેલો આ લુક તેમના જૂના સ્ટાઇલથી ઘણો અલગ દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સ તેમના લુકની તુલના અંગ્રેજો સાથે કરી રહ્યા છે.

અનુષ્કા શર્માનું હેર ટ્રાન્સફોર્મેશન પણ કરી ચૂક્યા છે રાશિદ: રાશિદ સલમાની માત્ર વિરાટ કોહલી જ નહીં, પણ અનુષ્કા શર્માના હેર ટ્રાન્સફોર્મેશન માટે પણ જાણીતા છે. તેમણે અનુષ્કાના હેર કલર અને હેરસ્ટાઇલને નવો લુક આપ્યો હતો, જેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. નવા હેર કલર સાથે અનુષ્કાનો લુક લોકોને ખૂબ પસંદ આવ્યો હતો.