Site icon Gujarat Mirror

જેતપુર-રાજકોટ સિક્સલેન કામગીરીમાં ચાલતા વાહનો દ્વારા ટ્રાફિક નિયમોનો ઉલાળિયો.!

સંબંધિત કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા તમામ નિયમો ચડાવી દેવાયા નેવે.!

જેતપુર ટોલ પ્લાઝાથી રાજકોટ સુધીના સિક્સલેન કામગીરીમાં જે પણ કંપની દ્વારા કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો છે તેના દ્વારા આરટીઓ સહિતના નિયમોનો રીતસરનો ઉલાળીયો કરવામાં આવતો હોવાના આક્ષેપો થયા છે. જાગૃત લોકોએ કહ્યું છે કે સામાન્ય રીતે નબળા માણસોને લાયસન્સ કે નંબર બાબતે હેરાન કરતી આરટીઓ પોલીસ આ કોન્ટ્રાક્ટર કંપનીના નિયમોને નેવે મૂકીને ચાલતા નાના-મોટા અનેક વાહનો દ્વારા ટ્રાફિક નિયમન નિયમનો ભંગ થઈ રહ્યો છે. પરંતુ આરટીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.
આ બાબતે તાત્કાલિક પગલા ભરીને કોન્ટ્રાક્ટ ચલાવતી કંપનીના વાહનોના લાઇસન્સ સહિતના તેમજ વિમાના કાગળો અંગે તપાસ કરવામાં આવે તો કરોડો રૂૂપિયાના વાહનો આરટીઓ જપ્ત કરી શકે તેમ હોવાના જાગૃતોમાં આક્ષેપો થઈ રહ્યા છે.

જાણકારોના એવા પણ આક્ષેપો છે કે સિક્સ લેન રોડનું કામ કરતી કોન્ટ્રાક્ટર કંપની દ્વારા ચારે બાજુથી ખનીજ ખનન કરવામાં આવી રહ્યું છે અને આ બાબતે જેતે લાગતા વળગતા સત્તાધીશોને પૂછવામાં આવે છે તો એવા જવાબ મળે છે કે સિક્સ લેન રોડનું આમને આમ પૂરું ન થાય. અને ખનીજની જરૂૂર તો પડે જ. ત્યારે કહેવાનું તાત્પર્ય એ છે કે સિક્સ લેન રોડનું રોડનું કામ કરતી કોન્ટ્રાક્ટ કંપની દ્વારા ટોપ ટુ બોટમ તમામ પ્રકારના નિયમોને નેવે ચડાવી દેવાયા છે. છતાં લાગતા વળગતા સત્તાવાળાઓ મૂક બધિર અને સૂરદાસની ભૂમિકા ભજવી રહ્યા છે.

બીજી બાજુ ધોરાજીના સામાજિક કાર્યકર દિપક ભાસ્કરે આરટીઓ અધિકારી સહિતના લાગતા વળગતા સત્તાધીશોને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી જેતપુર ટોલ પ્લાઝાથી રાજકોટ સુધીના સિકસ લાઈનનું કામ ચાલુ હોય તે કોન્ટ્રાકટ વરાહા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ વિલ કંપનીએ રાખેલ છે.
આ સિક્સ લેન કામગીરીમાં ઉપયોગ કરતા વાહનો જેવા કે .ટી.એમ ટ્રક, ડમ્પર, જે.સી.બી. હિટાચી, બોલેરો, જીપ, ટ્રેક્ટર, ટ્રક વિગેરે વાહનોના મોટા ભાગના વાહનો આર.ટી.ઓ.ના ધારા ધોરણ અને નિયમ મુજબના ન હોય, બિન અનુભવી લાયસન્સ વગરના ડ્રાઈવરો સ્ક્રેપમાંથી ખરીદેલ વાહનોના અલગ-અલગ સ્પેરપાર્ટ જોડી ઉભા કરાયેલા મોટા ભાગના વાહનો આર.ટી.ઓ.માંથી પાસીંગ કર્યા વગર વાહનો, ચેસીસ નંબર વાહનોમાં પાર્સીંગ થયેલ નંબર સુસંગત ન હોવાનુ સાંભળવા મળે છે.

વાહનોના વિમાઓ લીધેલ ન હોય આર.ટી.ઓ.ના ધારા ધોરણ મુજબ પાર્સીંગ કરાવેલ ન હોય.
જેના પરીણામે આ સિકસ લાઈનના કામમાં પાણીની લાઈનો, કેબલો, પાઈપ વિગેરેનું નુકશાન પહોચતા આ કામના કોન્ટ્રાક્ટમાં સમય મર્યાદામાં મોટાપાયે વિલંબ થઈ રહયો છે.

આમ જનતાને સહન કરવાનો? અને ત્રાસ ભોગવી રહ્યા હોય આ કામમાં લેવાતા તમામ વાહનનોની દસ્તાવેજી ખરાઈ કરી ડ્રાઈવરોના પુરા નામ સરનામા તેમજ તેમા ડ્રાઈવીંગ લાયસન્સની ખરાઈ કરી ધારા ધોરણ મુજબ પગલા લેવા જરૂૂરી છે.

Exit mobile version