Site icon Gujarat Mirror

જાગનાથ પ્લોટમાં ગંગા એપાર્ટમેન્ટમાં PCBનો દરોડો, રૂપિયા 1.34 લાખનો દારૂ ઝડપાયો

શહેરના જાગનાથ પ્લોટમાં આવેલા ગંગા એપાર્ટમેન્ટનાં બીજા માળે ફલેટ નં.201માં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે પીસીબીએ દરોડો પાડીને રૂા.1.34 લાખની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આ દરોડામાં ફલેટનો માલીક ફરાર થઈ ગયો હતો. જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મળતી વિગતા મુજબ જાગનાથ પ્લોટમાં શેરી નં.1માં ગંગા એપાર્ટમેન્ટના બીજા માળે ફલેટ નં.201માં રહેતા બબલેશકુમાર યાદવનાં ફલેટમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીસીબીની ટીમ દરોડા માટે પહોંચી હતી.

ફલેટ બહારથી બંધ હોય પોલીસે દરવાજો તોડી અંદર જઈને તપાસ કરતાં કાપડના સાત થેલામાં અલગ અલગ દારૂની બોટલો છુપાવેલી જોવા મળી હતી. પોલીસે કુલ 1.34 લાખની કિંમતની 156 બોટલ દારૂ કબજે કર્યો હતો. આ દરોડામાં ફલેટનો માલીક બબલેશ હાજર મળી આવ્યો ન હતો. જેની વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત પીસીબીના પીઆઈ એમ.આર.ગોંડલીયા સાથે પીઆઈ એમ.જે.હુંણ અને તેમની ટીમના સંતોષભાઈ મોરી, મયુરભાઈ પલારીયા, મહીપાલસિંહ જાડેજા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, કિરતસિંહ ઝાલા, કરણભાઈ મારૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મહેતા, રાહુલગીરી ગૌસ્વામી, ગિરીરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, વાલજીભાઈ જાડા, નગીનભાઈ ડાંગર, હિરેનભાઈ સોલંકી સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Exit mobile version