Site icon Gujarat Mirror

વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ તૈયાર, સસ્તા ભાડામાં વીઆઇપી સુવિધા

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનાં અરવિંદભાઇ મણીયાર માર્ગ(કોઠારીયા રોડ) પર આવેલ વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનું આધુનિકરણનું કામ ટૂંકસમયમાં પૂર્ણ થવામાં હોય તેનું લોકાર્પણ થનાર હોઇ, કોમ્યુનિટી હોલ ભાડેથી આપવા ડીપોઝિટ તથા ભાડાનાં દર નિયત કરવામાં આવ્યા છે.

કોમ્યુનિટી હોલનું તાજેતરમાં સંપૂર્ણ આધુનિકરણ કરવામાં આવેલ છે. આ કોમ્યુનિટી હોલનાં આધુનિકરણ બાદ હોલની સગવડતા તથા સુવિધામાં વધારો થયેલ હોય. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગની સુવિધા, પ્રથમ ફ્લોર પર યુનિટ-1 (નોન એ.સી.), બીજા ફ્લોર પર યુનિટ-2 (એ.સી.) અને ત્રીજા ફ્લોર પર બે(02)એ.સી. અને ચાર(04)નોન એ.સી. રૂૂમ બનાવવામાં આવેલ છે.આ રૂૂમો યુનિટ ભાડે રાખનારને યુનિટ દિઠ ત્રણ-ત્રણ રૂૂમ વિના મૂલ્યે આપવામાં આવશે. સુરક્ષાનાં હેતુથી ફાયર સીસ્ટમ ઇન્સટોલ કરવામાં આવેલ છે. તેમજ એક(01) પેસેન્જર લીફ્ટ તથા એક(01) માલસમાન પરીવહન માટેની લીફ્ટ મુકવામાં આવેલ છે. શહેરના જુદાં-જુદાં વિસ્તારમાં આવેલા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના કોમ્યુનિટી હોલની ડિપોઝીટ તથા ભાડાની રકમ નિયત કરવામાં આવેલ છે. જેમાં પત્રક ’એ’ મુજબના હોલ માટે ડિપોઝીટ રૂૂ.4000/- તથા ભાડુ રૂૂ.2000/- તથા પત્રક ’બી’ મુજબના હોલ માટે ડિપોઝીટ રૂૂ.4000/-તથા ભાડુ રૂૂ.4000/- મુજબ નિયત કરવામાં આવેલ છે.

કોમ્યુનિટી હોલ વોર્ડ નં.9માં બાપા સીતારામ મેઈન રોડ પર, વોર્ડ ઓફિસ સામે આવેલ અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલની જેમ જ અદ્યતન પ્રકારનો છે. તેમજ એક યુનિટ સેન્ટ્રલાઈઝડ એ.સી. છે. પરંતુ અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલનાં મુખ્ય હોલનો એરીયા આશરે828.80 ચો.મી.અને વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનાં મુખ્ય હોલનો એરીયા આશરેક 27.23 ચો.મી. નો છે. તેથી હોલ માટે ડિપોઝીટ તથા ભાડાની રકમ અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલનાં સ્ટે.ક.ઠ.નં.180, તા.24/08/2021થી નિયત થયેલ ડિપોઝીટ તથા ભાડાના દરની સરખામણીમાં ઓછું નિયત કરવા યોગ્ય જણાય છે. અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ માટે નીચે મુજબની વિગતે ભાડા અને ડિપોઝીટના દર નિયત કરવામાં આવેલ છે.

Exit mobile version