ગુજરાત
શનિવારથી વિક્રમ સંવત 2081-નવા વર્ષનો પ્રારંભ
બેસતું વર્ષ વણજોયા મુહૂર્તનો દિવસ: ભગવાનને છપ્પન ભોગ ધરાવવાનું અનન્ય મહત્ત્વ
કારતક શુદ એકમ ને શનિવાર તારીખ 2 નવેમ્બર ના દિવસે બેસતુ વર્ષ છે ખાસ કરીને નવા વર્ષના દિવસે સૌપ્રથમ પોતાનો નિત્ય કર્મ કરી અને પોતાના માતા પિતાને પગે લાગવું વર્ષ મા ચાર વણ જોયા મુહૂર્ત ના દિવસો આવે છે તેમા બેસતુ વર્ષ વણજોયા મૂહુર્ત નો દિવસ ગણાય છે આથી આ દિવસનું મહત્વ વધારે રહે છે બેસતા વર્ષના દિવસે ગોવર્ધન પૂજા બલીરાજા નુ પૂજન અને ભગવાનને અન્નકૂટ 56 ભોગ ધરાવવાનુ વધારે મહત્વ છે આ દિવસે ઘણા ખરા મંદિરો મા તથા હવેલીમાં ભગવાનને અન્નકૂટ ધરાવાય છે.
તે ઉપરાંત આ દિવસે વ્યાપારી લોકો પોતાના નવા વર્ષના વ્યાપારના ચોપડા મા મીતી પુરી અને નવા વર્ષના વ્યાપારની શરૂૂઆત કરશે. આ વર્ષે ના સવત્સર નો સ્વામી શની છે તથા નવા વર્ષના ગોચરના ગ્રહો જોતા વરસાદ મધ્યમ રહે રાજકારણ દિન પ્રતિદિન વધતું જાય અને ખાસ કરીને રોગચાળો માં વધારો થાય ચોરી અને લૂંટફાટ ની ઘટનામાં વધારો થાય અનાજ મોંઘુ થાય ઉનાળામાં ગરમી પોતાનો રેકોર્ડ તોડે તેમજ પાડોશી દેશો સાથે વિગ્રહ વધે જ્યારે પોઝિટિવ અસરો જોતા ભારત ની જીડીપી મા વધારો થાય ધાર્મિક વિકાસ થાય પ્રજામાં એજ્યુકેશન વધે પ્રજા જનોની બુદ્ધિ શક્તિમાં વધારો થાય લોકો ની સુખાકારી માં વધારો થાય. તારીખ 29.3.24ના દિવસે શનિ ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરશે આથી મકર રાશિના જાતકોને મોટી પનોતી માંથી રાહત મળશે જ્યારે મેષ રાશિના જાતકોને મોટી પનોતી ની શરૂૂઆત થશે ખાસ કરીને સિંહ રાશી અને ધન રાશી ના જાતકોને નાની પનોતી લોઢાને પાયો છે આથી તેઓએ ખાસ ખ્યાલ રાખી જીવનના નિર્ણયો લેવા જ્યારે મોટી પનોતી મા મેષ રાશિના જાતકોને લોઢા નો પાયો છે
આથી તેઓએ પણ જીવનના દરેક નિર્ણયો સમજી વિચારીને લેવા 18.5.25 ના દિવસે રાહુ ગ્રહ કુંભ.રાશિ માં પ્રવેશ કરશે તે ખાસ કરીને કુંભ રાશી તથા મીન રાશી ના જાતકોએ જીવનના અગત્યના નિર્ણયો ખૂબ કાળજીપૂર્વક લેવા ખાસ કરીને દરેક રાશિના લોકોએ મહાદેવજીની ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જેથી જીવનમાં રાહત રહે આવતા વર્ષે દીપાવલી તા.20 ઓક્ટોબર ના દિવસે છે. શનિવારે તારીખ 2 નવેમ્બર ના દિવસે નવા વર્ષે વ્યાપારના ચોપડામાં મિતી પુરવાના શુભ મુહૂર્ત ચોઘડિયા પ્રમાણે દિવસના શુભ ચોઘડિયા સવારે શુભ 8.17 થી 9.42, બપોરે ચલ 12.30 થી 1.55, બપોરે લાભ 1.55 થી 3.19, બપોરે અમૃત 3.19 થી 4.43