Site icon Gujarat Mirror

રવિવારે આકાશમાં મંગળ, ગુરુ, શુક્ર, યુરેનસ, નેપચ્યુન ગ્રહોનો નજારો

દેશ-દુનિયામાં થોડા કેટલાક દિવસોથી આકાશમાં રોમાંચકારી ખગોળીય ઘટના ગ્રહોની જોવા મળે છે. સ્વચ્છ આકાશમાં દૂરબીન, ટેલીસ્કોપ અને નરી આંખે જિજ્ઞાસુઓ ગ્રહોનો આનંદ લૂંટે છે. રવિવાર તા. 23 મી સૂર્યાસ્ત પછી તુરંત ગ્રહોનો નજારો તા. 24 મી વહેલી પરોઢ સુધી જોવાનું ચુકશો નહિ. બગોળી ઘટના નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની કચેરીએ લોકોને અપીલ કરી છે. યુરેનસ, નેપચ્યુન ગ્રહ અદ્યતન ટેલીસ્કોપથી આહલાદક જોઈ શકાય છે. મંગળ, ગુરૂૂ, શુક ગ્રહ નરી આંખે જોઈ શકાય છે.

જાથાના જયંત પંડયા જણાવે છે કે રવિવારે આકાશમાં બુધનો ઉદય 7 કલાક 50 મિનિટ અસ્ત 3 કલાક 36 મિનિટ, શુક્ર ઉદય 8 કલાક 42 મિનિટ અસ્ત રાત્રિના 9 કલાક 16 મિનિટ, મંગળ ઉદય બપોરે 2 કલાક 58 મિનિટ – અસ્ત પરોઢે 4 કલાક 34 મિનિટ, ગુરૂૂ ઉદય બપોરે 12 કલાક 33 મિનિટ – અસ્ત મધ્ય રાત્રિના 1 કલાક પર મિનિટ, શનિ ઉદય 8 કલાક 6 મિનિટ – અસ્ત સાંજે 7 કલાક 50 મિનિટ, યુરેનસ ઉદય 11 કલાક 23 મિનિટ – અસ્ત મધ્ય રાત્રિ 12 કલાક 28 મિનિટ, નેપચ્યુન ઉદય 8 કલાક 30 મિનિટ અસ્ત રાત્રિના 8 કલાક 27મિનિટ. આ દિવસે સૂર્યાસ્તથી પરોઢ સુધીમાં પાંચ ગ્રહો આકાશમાં જોવા મળશે. બાળકો, વિદ્યાર્થીઓ માટે ઘરે ઘરે દૂરબીન આવશ્યક છે.

સરકારે આ માટે યોજના બનાવી દૂરબીનનું વિતરણ કરવાથી બાળકોને બ્રહ્માંડની જાણકરીના દ્વાર ખુલ્લા થશે તેવું જાથા માને છે. સ્વચ્છ આકાશમાં ગ્રહોની ખગોળીય ઘટના નિહાળવા અપીલ કરવામાં આવી છે. આ દિવસે સૂર્યનો ઉદય સવારે 7 કલાક 14 મિનિટ અસ્ત સાંજે ? કલાક 47 મિનિટ, ચંદ્ર પરોઢે 0 કલાક 25 મિનિટ – અસ્ત બપોરના 2 કલાક 2 મિનિટ સુધીનો છે.

Exit mobile version