Site icon Gujarat Mirror

લીંબડી જેલમાં દારૂની મહેફીલનો વીડિયો વાયરલ, તપાસનો ધમધમાટ

લીંબડીની સબ જેલમાં દારૂૂની મહેફિલ માણતા આરોપીઓનો વીડીયો ફરતો થયો છે. વીડિયો 6 મહિના પહેલાનો હોવાનું સામે આવી રહ્યું છે. ભૂતકાળમાં લીંબડીની સબ જેલમાં મોબાઈલ, પાન, માવા, બીડી, સિગારેટ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ પકડાઈ ચૂકી છે. લીંબડીની સબ જેલ ચર્ચામાં આવી છે.

લીંબડી સબ જેલમાં 3 આરોપીઓ દારૂૂની મહેફિલ માણતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતાં ચકચાર મચી જવા પામી છે. વીડિયો ફરતો થતાં જેલ બંદોબસ્ત સામે સવાલો ઉભા થયા છે. વાયરલ વીડિયો 6 મહિના પહેલાનો હોવાનું સામે આવ્યું છે. 6 માસ અગાઉ લીંબડી જેલમાં આરોપીઓને સવલતો મળતી હશે! એ વાત નકારી શકાય તેમ નથી. લીંબડી સબ જેલના જેલર ભીખુસિંહ રાણાએ જણાવ્યું કે હું રજા પર છું. વીડિયોમાં દેખાતાં આરોપી લીંબડીની સબ જેલમાં હતા એ વાત સાચી છે પણ વીડિયો જૂનો છે. વીડિયોમાં દેખાતો એકપણ આરોપી અત્યારે લીંબડી જેલમાં નથી. મેં થોડા મહિના અગાઉ જેલર તરીકે ચાર્જ સંભાળ્યો છે.

Exit mobile version