હનુમાનધારા મંદિરના વ્યવસ્થાપક અને તેના ભાઇનો દારૂ પીતો વીડિયો વાયરલ

જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પરના હનુમાનધારા મંદિરની વ્યવસ્થા અને વહીવટ સંભાળતા વિશાલ અગ્રાવત અને તેના ભાઈ હિરેન અગ્રાવતનો દારૂૂ પીતો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ…

જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પરના હનુમાનધારા મંદિરની વ્યવસ્થા અને વહીવટ સંભાળતા વિશાલ અગ્રાવત અને તેના ભાઈ હિરેન અગ્રાવતનો દારૂૂ પીતો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ધાર્મિક સ્થળ સાથે સંકળાયેલા આ વ્યક્તિઓના શરમજનક કૃત્યથી ભાવિક ભક્તોમાં ભારે રોષ ફેલાતા જૂનાગઢ પોલીસે તાત્કાલિક બંને ભાઈઓની અટકાયત કરી છે. તો બીજી તરફ આ બંને ભાઈઓ રામજી મંદિરના મહંત શ્રેયાસદાસ બાપુના કૌટુંબીક ભાઈઓ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વિવાદ વધતાં પોતાના બચાવમાં સ્પષ્ટતા કરી છે કે, તેમને ફસાવવા માટે અને ધાર્મિક જગ્યાને બદનામ કરવા આ જૂનો વીડિયો વાઈરલ કરવામાં આવ્યો છે.

વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, વિશાલ અગ્રાવત દારૂૂના ગ્લાસ ભરીને બેઠા છે અને વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિને રોકી રહ્યા છે, જ્યારે તેનો ભાઈ હિરેન મોઢામાં દારૂૂની બોટલ રાખીને ડાન્સ કરી રહ્યા છે. વીડિયો સામે આવતાં જ જૂનાગઢ ’એ’ ડિવિઝન પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ઉપરકોટ નજીક રામજી મંદિરના ડેલામાં રહેતા બંને ભાઈઓની નિવાસસ્થાનેથી પોલીસ સ્ટેશને લઈ જઈ ગહન પૂછપરછ હાથ ધરી હતી.

આ અંગે વિશાલના કાકા રજનીકાંત અગ્રવાતે જણાવ્યું હતું કે, હું ઉપરકોટ પાસે રામચંદ્રજીના મંદિરમાં રહું છું. આ જે વીડિયો વાઇરલ થયો છે તે મંદિર બહાર દરવાજા ગેટ પાસે આવેલા એક પેશકદમીવાળી રૂૂમનો છે. વીડિયો ખોટો છે. બંને મારા ભત્રીજા થયા છે અને તેમને ફસાવવા વીડિયો બનાવવામાં આવ્યો છે. તે સમયે અન્ય લોકો દારુ પીતા હતા અને મારા ભત્રીજાને બેસાડ્યો હતો. મારો ભત્રીજો વીડિયો ઉતારવાની ના પાડી છતાં તેમણે ઉતારી લીધો હતો.

અમે અહીં દારુ વેચવો અને પીતા અટકાવવાના પ્રયત્નો કર્યા હતા તથા પેશકદમીવાળી રૂૂમ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. અમારા પર ખોટા આક્ષેપો કરીને વીડિયો બહાર પાડવામાં આવ્યો છે. ગિરનાર પર હનુમાનધારા મંદિરનો વહીવટ, સમાન પહોંચાડવો અન મજૂરોની વ્યવસ્થા કરવાનું કામ મારો ભત્રીજો વિશાલ કરે છે, જ્યારે પૂજારી તરીકે વર્ષોથી હનુમાનદાસજી છે. વિશાલને ફસાવવા અને મંદિરને બદનામ કરવા જ આ કાવતરું કરાયું છે.