ગુજરાત

વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો 10 જાન્યુઆરીએ પીએમ મોદીના હસ્તે થશે પ્રારંભ

Published

on

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને વેપાર-ઉદ્યોગના વર્લ્ડ મેપ પર અગ્રિમ સ્થાન અપાવવા 2003થી શરૂૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ આગામી 10 થી 12 જાન્યુઆરી-2024ના યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વાઇબ્રન્ટ સમિટને બે દાયકાની સમિટ ઑફ સક્સેસ તરીકે આયોજિત કરીને જ્વલંત સફળતા અપાવવા માટે રાજ્ય સરકારે કરેલા બહુઆયામી આયોજનને ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો. કોર કમિટીની બેઠકમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય અને ટેકનિકલ શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, રાજ્યમંત્રીઓ, સર્વ હર્ષ સંઘવી તેમજ જગદીશ વિશ્વકર્મા પણ સહભાગી થયા હતા.વાઇબ્રન્ટ સમિટ-2024નો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.10મી જાન્યુઆરીએ વિશ્વના વિવિધ દેશોના રાષ્ટ્રપતિઓ-વડાપ્રધાનઓ-વડાઓ અને દેશ-વિદેશનાં સીઇઓએસની વિશેષ ઉપસ્થિતિમાં કરાવશે. મુખ્યમંત્રી અને મંત્રીઓ સમક્ષ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરે વાઇબ્રન્ટ સમિટ-2024ના સર્વગ્રાહી તલસ્પર્શી આયોજનનું પ્રેઝન્ટેશન કર્યું હતું.વાઇબ્રન્ટ સમિટના પ્રારંભના પૂર્વ દિવસે એટલે કે 9મી જાન્યુઆરી થી પાંચ દિવસ માટે ગ્લોબલ ટ્રેડ-શો નું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ટેકનોલોજીના દશક ટેકેડ, ડિસ્રપ્ટિવ ટેકનોલોજીસ અને ચેમ્પિયન સર્વિસ સેક્ટર્સને આ ટ્રેડ શોમાં શો-કેસ કરવામાં આવશે. એટલું જ નહીં, રિવર્સ બાયર-સેલર મીટ, વેન્ડર ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઇ અને મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપતા પરિસંવાદ વગેરેનું પણ આયોજન આ ટ્રેડ-શો દરમિયાન થવાનું છે.
વાઇબ્રન્ટ સમિટના ત્રિદિવસીય આયોજનમાં જે કોન્ફરન્સિઝ, સેમિનાર અને વન-ટુ-વન બેઠકો તથા ક્ધટ્રી અને સ્ટેટ સેમિનાર્સ યોજવાના છે તે અંગે પણ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવએ વિગતવાર પ્રેઝન્ટેશન કોર કમિટી સમક્ષ કર્યું હતું. તદઅનુસાર, સમિટના પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્ર પછીના સમયમાં ઈન્ડસ્ટ્રી 4.0 સ્પિયર હેડિંગ ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યૂશન અન્વયે એરક્રાફ્ટ, આનુષંગિક ઉત્પાદન એમઆરઓની તકો, ધોલેરા-સ્માર્ટ બિઝનેસ માટે ગ્રીન ફિલ્ડ સ્માર્ટસિટી, વિકસિત ભારત2047 માટે ગુજરાતનો રોડ મેપ, સર્વગ્રાહી વિકાસ માટે ગતિશક્તિ અન્વયે યોગ્ય નિર્ણયોની વિષયવસ્તુ સાથે સેમિનાર, કોન્ફરન્સ અને પેનલ ડિસ્કશન્સ થશે.
સમિટના બીજા દિવસે 11મી જાન્યુઆરીએ ટેક્નોલોજી એન્ડ ઇનોવેશન-ડ્રાઇવર્સ ઓફ ઇન્ક્લુઝિવ ગ્રોથની વિષયવસ્તુને આવરી લેતા સેમિનાર્સ, કોન્ફરન્સિસમાં સેમિક્ધડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ, પોર્ટ બેઝડ સિટી ડેવલપમેન્ટ, બિલ્ડીંગ વર્ક ફોર્સ ફોર ફ્યુચર-ઇન્ડસ્ટ્રી 4.0 માટે કૌશલ્ય વિકાસ અન્વયે યુથ ફોકસ્ડ ઇવેન્ટ્સ, ઇ.વી, સ્ટાર્ટઅપ, આધુનિક ભારતની આકાંક્ષા-ગિફ્ટસિટી, ઇન્ટરનેશનલ સ્પેસ કોન્ફરન્સ, રિન્યુએબલ એનર્જી, સ્કિલ ડેવલપમેન્ટ માટે ગ્લોબલ નેટવર્ક ડેવલપમેન્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.12મી જાન્યુઆરી 2024ના દિવસે એટલે કે સમિટના અંતિમ દિવસે એમએસએમઇ કોન્ક્લેવ, ડિ-કાર્બનાઇઝેશન ઑફ ધ ઇકોનોમી અને કાર્બન ટ્રેડિંગ દ્વારા નેટ ઝીરો તરફ પ્રયાણ, વેસ્ટ વોટર એન્ડ વેસ્ટ ટુ એનર્જી રિસાયક્લિંગ, સર્ક્યુલર ઇકોનોમીમાં રહેલી તકો, ભારતના ગ્રીન હાઇડ્રોજન ડેસ્ટીનેશન તરીકે ગુજરાત, રાઉન્ડ ધ ક્લોક એનર્જી માટે વોટ્સ થી ગીગા વોટ વગેરે વિષયક સેમિનાર્સ, કોન્ફરન્સ યોજાશે.

11 રાષ્ટ્રોનો પ્રવાસ, 200 વન-ટુ-વન બેઠકો

વાઇબ્રન્ટ સમિટ-2024ને જ્વલંત સફળતા અપાવવાની પ્રતિબદ્ધતા સાથે વિશ્વના દેશો અને ભારતના અન્ય રાજ્યોની પણ સહભાગીતા પ્રેરિત કરવા રોડ-શો તેમજ શ્રેણીબદ્ધ મુલાકાતો યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જાપાન અને સિંગાપોર તેમજ રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓએ પણ અન્ય દેશોમાં મળીને કુલ 11 રાષ્ટ્રોનો પ્રવાસ કરીને 200 જેટલી વન-ટુ-વન ફળદાયી બેઠકોનું આયોજન કર્યું હતું. એટલું જ નહીં, દેશના 10 શહેરોમાં રોડ-શો અને 100 જેટલી વન-ટુ-વન બેઠકો યોજાઈ હતી. આ બેઠકમાં એમ પણ જણાવવામાં આવ્યું કે, વિવિધ વિષયો પર પ્રિ-વાઇબ્રન્ટ સેમિનાર્સ અને કોન્ફરન્સના આયોજનમાં અત્યાર સુધીમાં 13 પ્રિ-ઇવેન્ટ પૂર્ણ થઈ છે અને વધુ બે ઇવેન્ટ જાન્યુઆરી-2024 સુધીમાં પૂર્ણ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version