ગુજરાત

ઢાંકમાં ખનીજ ચોરી કરતા વાહનો ઝડપાયા

Published

on

ઉપલેટા તાલુકાના ઢાંક ગામે સરકારી જમીનમાંથી માટી (મોરમ) ખનીજ ચોરી થતી હોવાની બાતમી આધારે આકસ્મિક ચકાસણી કરતા ઢાંક ગામે મોકેશ્વર નેશ થી આગળ પાટણ જવા ના રસ્તા પર સરકારી જમીન માંથી ગેરકાયદેસર માટી (મોરમ)ચોરી કરતા એક જેસીબી કે જેના નંબર જીજે-25-પી-0968 જેના માલિક કાંધા ભાઈ શામળા ભાઈ કરછા રહે. કડછ અંદાજિત કિંમત – 25,00,000 બે ટ્રેકટર જેના માલિક રવિરાજ ભાઈ માંકડ તથા મેરુ ભાઈ ગોરાણીયા છે તે બે ટ્રેકટર ખનીજ સાથે ની અંદાજિત કિંમત 11,40,000 તથા માટી નો સટ્ટો અંદાજિત 600 ટન જેની અંદાજિત કિંમત 30,00,000 મળી કુલ 66,40,000 અંકે રૂૂપિયા છાસઠ લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ સીઝ કરી ભાયાવદર પોલીસ ને સોંપવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version