Site icon Gujarat Mirror

વાવડીના પ્રેમવતી રેસ્ટોરન્ટને અંતે શરતભંગની નોટિસ

રાજકોટ શહેરના ગોંડલ ચોકડી પાસે વાવડી વિસ્તારમાં આવેલી પ્રેમવતી રેસ્ટોરન્ટને શરતભંગ બદલ રાજકોટ કલેક્ટર પ્રભવ જોશી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ મામલે રાજકોટ સિટી પ્રાંત 02 મહેક જૈન દ્વારા કરાયેલા રિપોર્ટના આધારે કલેક્ટરે આ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, પ્રાંત અધિકારી મહેક જૈન દ્વારા પ્રેમવતી રેસ્ટોરન્ટ, જે વાવડી સર્વે નંબર 38/1 માં આવેલી છે, તેમા શરતભંગ થતો હોવાનો વિગતવાર રિપોર્ટ કલેક્ટરને સુપરત કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના અભ્યાસ બાદ કલેક્ટર પ્રભવ જોશી દ્વારા રેસ્ટોરન્ટને શરતભંગ અંગેની નોટિસ આપવામાં આવી છે.નોટિસમાં પ્રેમવતી રેસ્ટોરન્ટને આગામી મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં આ મામલે પોતાનો ખુલાસો રજૂ કરવા અને રૂૂબરૂૂ હાજર રહેવા પણ સૂચના આપવામાં આવી છે. આ નોટિસ કલેક્ટર દ્વારા સીધી રીતે ફટકારવામાં આવી છે.

Exit mobile version