ક્રાઇમ
ચંદ્રેશનગરમાં મહિલાની કાર આંતરી કૌટુંબિક ભાઇની તોડફોડ
શહેરના ચંદ્રેશનગર મેઇન રોડ પર કાર લઇ જઇ રહેલા મહિલાની કારને આંતરી કૌટુંબીક ભાઇએ કારમાં તોડફોડ કરી સમજાવવા જતા મહિલાના પતિને ધોકા વડે મારમાર્યો હતો. આ મામલે માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવની મળતી વિગતો અનુસાર, ગુરૂપ્રસાદ ચોક હરસિદ્ધી ડેરીની પાછળ ત્રિવેણીનગરમાં રહેતા ગીતાબેન અજયભાઇ પાંઉ (ઉ.વ.48) એ ફરિયાદમાં તેમના મામાના દિકરા પરેશભાઇ શિવાભાઇ ચાવડાનું નામ આપતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે ગીતાબેને ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, ગઇકાલે તેઓ પતિ સાથે બજારમાં કાર લઇ જતા હતા ત્યારે મામાના દિકરા પરેશભાઇ કાર લઇને આવી જોઇ તેમને જોઇ જતા ગીતાબેનને તું નીચે ઉતર તેમ કહેવા લાગ્યો હતો અને ગીતાબેન નીચે ઉતરતા ગાળો બોલી પરેશે અગાઉના ઝઘડાનો ખાર રાખી લાકડાના ધોકા વડે ગાડીનો કાચ ફોડી નાખ્યો હતો. અને તેમજ પતિને ધોકા વડે મારતા રાડારાડ કરતા પરેશભાઇ જતા રહ્યા હતા.
જતા જતા તેઓએ કહ્યુ કે તુ કયાંય ભેગી જઇશ તો જાનથી મારી નાખીશ ત્યારબાદ પરેશ ત્યાથી ભાગી ગયો હતો.આ બનાવનુ મુખ્ય કારણ ગીતાબેનના દીકરાની પત્ની પ્રતિજ્ઞા તેના પુત્ર ધનવીરને પુછયા વગર તેની સાથે લઇ જતા ગીતાબેન અને તેનો પુત્ર પાટલા સાસુ અનપૂર્ણાના ઘરે પુછપરછ માટે ગયા હતા ત્યારે ત્યા ઝઘડો થતા તે વાતનું મનદુ:ખ રાખી અન્નપૂર્ણાના પતિ પરેશે માથાકૂટ કરી હતી.